એરઇન્ડિયાએ ૩૦ એપ્રિલ સુધી બુકીંગ લેવાનું ટાળ્યું

  • April 04, 2020 11:10 AM 580 views

કોરોના વાયરસને ધોબીપછાડ આપવા માટે સરકારે ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલુ છે. જે ૧૪ એપ્રિલના રોજ ખતમ થવા જઈ રહ્યું છે. લોકડાઉનને આગળ વધારવાની આશંકાઓને હાલમાં જ સરકારે ફગાવી હતી પરંતુ એર ઈન્ડિયાએ જે નિવેદન જાહેર કયુ તેનાથી એવું લાગી રહ્યું છે કે આ લોકડાઉનનો સમયગાળો વધશે. સરકારી એરલાઈન્સે કહ્યું કે આજથી લઈને ૩૦ એપ્રિલ સુધી તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટસ પર બુકિંગ બધં કરી દેવાયું છે. ૧૪ એપ્રિલ બાદના બુકિંગ માટે અમે નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ. એરલાઈન્સના આ નિવેદનથી સ્પષ્ટ્ર છે કે લોકડાઉનને આગળ વધારાય તેવી પૂરેપૂરી આશંકા છે.


આ બાજુ વિસ્તારા એરલાઈન્સે કહ્યું કે હવે તે ૧૫ એપ્રિલ અને ત્યારબાદ માટે બુકિંગ શ કરી રહી છે. જો કે એરલાઈન્સે એમ પણ કહ્યું કે આ બધા વચ્ચે જો મંત્રાલયથી કોઈ નોટિફિકેશન બહાર પડશે તો કંપની તેને અનુસરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application