28મી માર્ચથી એર ઇન્ડિયા દ્વારા મુંબઈ માટેની વધુ એક ફ્લાઇટ શરૂ કરાઈ: સવારે ઉડાન ભરશે
28મી માર્ચથી એર ઇન્ડિયા દ્વારા મુંબઈ માટેની વધુ એક ફ્લાઇટ શરૂ કરાઈ: સવારે ઉડાન ભરશે
March 02, 2021 06:19 AM
રાજકોટવાસીઓને ટૂંકા સમયગાળામાં અનેક ફ્લાઇટ મળી છે ત્યારે 28 મી માર્ચ થી એર ઇન્ડિયા દ્વારા મુંબઈ માટેની વધુ એક હવાઈ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એર ઇન્ડિયા દ્વારા હવે સવારની ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં જ ઈન્ડિગો દ્વારા એક સાથે રાજકોટ થી 4 ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત બાદ આજે એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા 28મી માર્ચ થી એર ક્રાફ્ટ નંબર 602 સવારે રાજકોટ થી 6.40 એ ટેક ઓફ થશે. મુંબઈ સવારે 7.50 એ પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની મુંબઈ માટે ની ફ્લાઈટ સાંજે ચાલી રહી છે. હવે સવારની ફ્લાઈટ શરૂ કરતાં આખા દિવસમાં એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી વચ્ચે ત્રણ ફ્લાઇટ ઉડાન ભરશે.