કોરોના વાયરસ: એર ઇન્ડિયાના 10 સભ્યો 14 દિવસ લેશે સારવાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એર ઈન્ડિયાના 10 ક્રૂ સભ્યોને સારવાર હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે આ 10 સભ્યો જે ફ્લાઈટમાં હતા તેમાં મુસાફરી કરનાર એક વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિએ 25 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં વિયેનાથી દિલ્હી સુધી મુસાફર કરી હતી. 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ કરી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે, "કોરોનાનો ચેપ દિલ્હીના એક અને તેલંગણાના એક વ્યક્તિને લાગ્યો છે. દિલ્હીનો વ્યક્તિ ઈટલી ગયો હતો અને તેલંગણાનો દર્દી દુબઇ ગયો હતો. આ બંનેને કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંનેની સારવાર ચાલી જ રહી છે સાથે જે એર ઈન્ડિયાની ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને પણ સાવચેતી માટે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS