એઈમ્સ રોડની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ, 35.10 ટકા ડાઉન ભાવ

  • April 07, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે બપોરે 12 કલાકે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે જેમાં વિવિધ 34 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. શહેરીજનોની સુવિધામાં વધારો કરતી ત્રણ દરખાસ્તોમાં વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈન રોડ પર આધુનિક હોકર્સઝોનની બાજુમાં ફૂડકોર્ટ બનાવવા, ગીતામંદિર પાછળના પ્લોટમાં હોકર્સઝોન બનાવવા અને કાલાવડ રોડ પર પ્રેમમંદિર સામેના ગાર્ડનમાં ફૂડકોર્ટનો કોન્ટ્રાકટ રિન્યુ કરવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે. આ ઉપરાંત મોરબી બાયપાસ રોડથી રૂડા-આરએમસી બાઉન્ડ્રી સુધી એઈમ્સ હોસ્પિટલને કનેક્ટિંગ 30 મીટરનો ડી.પી. રોડ બનાવવાની દરખાસ્ત સમાવિષ્ટ છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી રોડ બાયપાસથી ડા બાઉન્ડ્રી સુધી એઈમ્સ હોસ્પિટલને કનેક્ટિંગ 30 મીટરનો ડી.પી. રોડ બનાવવા માટે 13.69 કરોડનું એસ્ટિમેટ ઈજનેરોએ તૈયાર કર્યું હતું. દરમિયાન આ કામે ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં રાજ ચામુંડા ક્ધસ્ટ્રકશન કંપ્નીનું ટેન્ડર ડિસકવોલિફાઈ થયું હતું. જ્યારે અન્ય ત્રણ ટેન્ડરમાં પવન ક્ધસ્ટ્રકશન કંપ્નીએ 35.10 ટકા ડાઉન ભાવ, કલાસિક નેટવર્ક પ્રા.લિ.એ 30.33 ટકા ડાઉન ભાવ, શ્રીજી દેવકોન ઈન્ડિયા પ્રા.લિ.એ 27.27 ટકા ડાઉન ભાવની ઓફર કરી હતી.

 


દરમિયાન પવન ક્ધસ્ટ્રકશનની ઓફર સૌથી ઓછા ભાવની હોય તેને રૂ.8.88 કરોડમાં કામ આપવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ બેઠકમાં નિર્ણય લેવાશે. પુષ્કરધામ રોડ પર હોકર્સ ઝોનની બાજુમાં ફૂડકોર્ટનો કોન્ટ્રાકટ વાર્ષિક રૂ.21,21,111ના ભાવથી અપાશે શહેરના વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈન રોડ પર નિમર્ણિ કરાયેલા આધુનિક હોકર્સ ઝોનની બાજુમાં ફૂડકોર્ટ માટે 646 ચો.મી. જગ્યા લીઝથી ફાળવવામાં આવનાર છે. અહીં ફૂડકોર્ટ બનાવવા માટે વાર્ષિક રૂ.21,21,111ના ભાવથી શ્રીરામ ગૃહ ઉદ્યોગને કામ આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરાઈ છે.

 


ગીતા મંદિર પાછળના પ્લોટમાં હોકર્સ ઝોન બનશે
શહેરના 80 ફૂટ રોડ પર ભક્તિનગર સર્કલની બાજુમાં આવેલા ગીતા મંદિરની પાછળના પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવામાં આવશે. આ હોકર્સ ઝોન બનાવવા માટે રૂ.63.54 લાખનું એસ્ટિમેટ તૈયાર કરાયું હતું જેની સામે ચિન્મય એન્ટરપ્રાઈઝએ 12.58 ટકા ડાઉન ભાવથી કામ કરવાની ઓફર કરતાં તેને કામ આપવા આવતીકાલે નિર્ણય થશે. રૂ.55.54 લાખના ખર્ચે 580 ચો.મી. જમીન વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવામાં આવશે અને પુરુષો તથા મહિલાઓ માટેના શૌચાલય બનાવવા સહિતની કામગીરી કરાશે.
કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસેના ગાર્ડનની ફૂડકોર્ટના કોન્ટ્રાકટ વાર્ષિક રૂ.11,11,111ના ભાવેથી અપાશે
શહેરના ગૌરવપથ કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ગાર્ડનની ફૂડકોર્ટનો કોન્ટ્રાકટ વાર્ષિક રૂ.11,11,111માં શ્રીરામ ગૃહ ઉદ્યોગને આપવા દરખાસ્ત રજૂ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application