હાલમાં નાના પાયે એઆઈ ટૂલ્સનો ઉપયોગ શરૂ, બે-ત્રણ વર્ષમાં તેનું વિસ્તરણ કરાશે : આઈએમડી ડાયરેક્ટર
એઆઈ ટૂલ્સ દ્વારા હવે લેટેસ્ટ હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવામાં આવશે. આઈએમડીએ હવામાનની સારી આગાહી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આઈએમડીના ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આગાહીમાં સુધારો કરવા માટે આગામી સમયમાં તેને અન્ય ક્ષેત્રોમાં વિસ્તારવામાં આવશે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, મહાપાત્રાએ કહ્યું કે એઆઈ-આધારિત ટૂલના વિકાસનું નેતૃત્વ કરવા માટે આઈએમડી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ) તરફથી નિષ્ણાત ટીમની રચના કરવામાં આવી છે. એઆઈ અને મશીન લર્નિંગમાં તેમની કુશળતાનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઈઆઈઆઈટી)નો સહયોગ પણ લેવામાં આવ્યો છે.
આઈએમડીના ડિરેક્ટર જનરલે કહ્યું કે, અમે હવામાનની આગાહી માટે એઆઈ-આધારિત ટૂલ્સના વિકાસ પર કામ કરી રહ્યા છીએ. આઈએમડી એ હાલમાં નાના પાયે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. બે-ત્રણ વર્ષમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક વર્ષોમાં નવી ઉભરતી ટેક્નોલોજીઓ 'વેધર ફોરકાસ્ટિંગ મોડલ'ને પૂરક બનાવશે. હવામાન વિભાગે પંચાયત સ્તરે આગાહી માટે તેની અવલોકન પ્રણાલી વધારવાનો નિર્ણય કર્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે હવામાન વિભાગની આ પહેલથી આગાહીની પદ્ધતિઓ સુધારવામાં મદદ મળશે. આ સમયસર વધુ સચોટ આગાહીઓ પૂરી પાડશે. આગાહીમાં એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ ઐતિહાસિક હવામાન ડેટા અને રીઅલ-ટાઇમ અપડેટ્સ આપી શકે છે. આ અંતર્ગત ચક્રવાત, ચોમાસા અને અન્ય હવામાન ઘટનાઓની આગાહી કરી શકાય છે.
રડાર દેશના 85 % જમીન વિસ્તારને કરે છે કવર
મહાપાત્રાએ કહ્યું કે આઈએમડીએ 39 ડોપ્લર વેધર રડારનું નેટવર્ક તૈનાત કર્યું છે. તે દેશના 85 % જમીન વિસ્તારને આવરી લે છે અને મોટા શહેરો માટે કલાકદીઠ આગાહી પૂરી પાડે છે. તેમણે કહ્યું કે 350 મીટર પર પિક્સેલના રિઝોલ્યુશન સાથેનો આ અદ્યતન રડાર નેટવર્ક ડેટા કન્વેક્ટિવ ક્લાઉડને શોધવામાં સક્ષમ છે. આ ભારે વરસાદ અને ચક્રવાત જેવી આત્યંતિક ઘટનાઓ માટે આગાહીઓની સચોટતામાં નોંધપાત્ર વધારો કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મૉડલ્સ એ ડેટા સાયન્સ મૉડલ છે જે હવામાનની ઘટનાના ભૌતિકશાસ્ત્રની તપાસ કરતા નથી પરંતુ તેના બદલે ઈન્સાઈટસ આપવા માટે ભૂતકાળના ડેટાનો ઉપયોગ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech