અમદાવાદ: IPL ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના આ સેલેબ્સ મચાવશે ધૂમ

  • March 28, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલ સીઝન 16 થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. 

IPL 2023 ની પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (GT ​​vs CSK) ની ટીમ આમને-સામને થશે.  IPL 16ની ઓપનિંગ સેરેમની ભવ્ય બનાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

હવે સમાચાર આવી રહ્યા છે કે IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે.


IPLની ઓપનિંગ મેચ પહેલા દર વખતે બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ સ્ટેજ પર પોતાના ડાન્સ પર્ફોર્મ કરતા જોવા મળે છે. બોલિવૂડ સુપરસ્ટાર કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ, સિંગર અરિજિત સિંહ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવશે. આ સિવાય સાઉથ સિનેમાની સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયા પણ તેમને ખૂબ જ સપોર્ટ કરશે.

રિપોર્ટ અનુસાર, આ તમામ સેલેબ્સ આ વર્ષની IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાનું શાનદાર પરફોર્મન્સ આપીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ધૂમ મચાવશે. આ સમાચાર પછી ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે અને દરેક લોકો IPL 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application