અમદાવાદ : સિવિલના તબીબોએ દર્દીના પેટ માંથી કાઢી 214 પથરી !

  • April 07, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિડની સ્ટોન એટલે કે પથરી ખુબ ગંભીર અને દર્દનાક સ્થિતિ છે. તેનાથી છુટકારો મેળવવા સમયસર તેની સારવાર થવી જરૂરી છે. માત્ર એક પથરીનો દુખાવો પણ વ્યક્તિ માટે અસહ્ય બની જાય છે પણ કોઈ વ્યક્તિના પિત્તાશયમાં 214 પથરી હોય તો તેની હાલત શું થઇ હશે ?
​​​​​​​

મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં એક ચોકાવનારો કેસ સામે આવ્યો છે. અમદાવાદ સિવિલના તબીબોએ એક દર્દીના પિત્તાશય માંથી  214 પથરી સફળ ઓપરેશન કરીને બહાર કાઢી છે.

સામાન્ય રીતે પિત્તાશયની પથરી જેવા જ લક્ષણો એસીડીટી, ગેસ, કબજિયાતના લીધે પણ થતા હોય છે. આથી જ આ પ્રકારના લક્ષણો માટે પિત્તાશયની પથરી થઇ શકે છે. શરીરમાં ઘણાં એવાં અંગો છે કે જેમાં પથરી થવાની શક્યતા હોય છે. શરીરના જુદાં જુદાં અંગોમાં થતી પથરીનાં કારણો, અસરો, જોખમો અને સારવાર બિલકુલ અલગ અલગ હોય છે. પહેલાંના સમયમાં જો પિત્તાશયમાંથી પથરી માટે પેટ ચીરીને ઓપરેશન કરવું પડતું હતું, જ્યારે હવે તો પેટ ચીર્યા વગર જ લેપ્રોસ્કોપીથી તેનું ઓપરેશન થઈ શકે છે, પરંતુ જો એક સાથે 214 પથરી નીકળી એ ખૂબ અસામાન્ય બાબત છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application