અ'વાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનએ જાહેર કર્યા આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ, 8 કેસ દરિયાપુરના

  • April 06, 2020 12:22 PM 1491 views

 

અમદાવાદમાં કોરોના વાયરસએ તરખાટ મચાવ્યો છે તેમ કહીએ તો ખોટું નહીં કહેવાય. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે પણ શહેરમાં 11 કેસ નોંધાયા છે. જેની વિગતો અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનએ જાહેર કરી છે. 

 

આજે નોંધાયેલા નવા 11 કેસમાંથી 8 કેસ શહેરના દરિયાપુર વિસ્તારના છે જ્યારે 2 કાલુપુર અને 1 કેસ આંબાવાડી વિસ્તારનો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદને સરકારએ હોટસ્પોટ જાહેર કર્યું છે અને હવે ત્યાં ક્લસ્ટર કંટેન્ટમેન્ટની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. 

 

આ સાથે જ આજે એએમસીએ દર્દીઓના નામ સહિતની વિગતો પણ જાહેર કરી છે જેથી અન્ય લોકો પણ જો તેમના સંપર્કમાં આવ્યા હોય તો તો તુરંત પોતાનું પણ મેડિકલ ચેકઅપ કરાવી શકે. અમદાવાદમાં જે વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યાં સ્ક્રીનિંગનું કામ પણ સઘન કરી દેવામાં આવ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application