અનામત મુદ્દે આંદોલનથી સરકારની અગ્નિપરીક્ષા: સાંજે નિર્ણાયક બેઠક

  • February 13, 2020 06:06 PM 43 views

બિનઅનામત વર્ગની મહિલાઓને થઈ રહેલા અન્યાયને મુદે સરકાર સામે ઉગ્ર મોરચો મંડાયો છે સવારે ૭ વાગ્યાથી ગાંધીનગરના સરદાર પટેલના પૂતળા પાસે આંદોલનકારી મહિલાઓએ મોરચો માંડયો છે. સવારે લગભગ ૨૫૦ જેટલી બહેનો હતી પરંતુ દિવસ ચઢતા આ સંખ્યામાં કુદકેને ભૂંસકે વધારો થઈ જતાં સરકાર પર દબાણ લાવવા સચિવાલય કૂચ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કૂચની જાહેરાત અને વધતી સંખ્યાને જોઈ વધતું દબાણ તોડવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સાંજે ૪ વાગ્યે મહત્વની બેઠક બોલાવી છે.એસપીજીના આગેવાન દિનેશ બાંભણિયા બ્રહ્મસમાજના યતેશ ત્રિવેદી અને કરણી સેનાના રાજશેખાવત સહિતના વિવિધ સમાજના આગેવાનો હાલ સેન્ટ્રલ વિસ્ટા ખાતે હાજર છે. આ આગેવાનો બેઠકમાં હાજરી આપશે.


એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયને લઈ કૂચ સચિવાલય તરફ આગળ વધશે તેવા સમાચાર સરકારના કાને પડતા સચિવાલયના પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યા હતા માત્ર ગેટ નં.૧ અને ગેટ નં.૪ ચાલુ રાખવામાં આવેલા ૪ દરવાજા પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.બિનઅનામત આંદોલનમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોના પ્રમુખ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ત્રણ-ત્રણ જણાના પ્રતિનિધિ મંડળને મોકલી તે પત્ર પાસ દ્વારા પત્ર લખીને બિનઅનામત વર્ગની મહિલાઓના આંદોલનને ડેલીયર કરવા જણાવ્યું છે અને ત્યારબાદ આગળની રણનીતિ ફાઈનલ કરવામાં આવશે.આ મામલે તેઓ મધ્યસ્થી કરશે કે કેમ! તેનો જવાબ માગવામાં આવ્યો છે જેનો જવાબ સાંજે ૪ વાગ્યા સુધીમાં આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ જવાબ આવે ત્યાં સુધી આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત એસપીજીના દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી.આ પરિપત્ર કરતા પૂર્વે બિનઅનામત વર્ગને સાંભળવામાં આવે તેવો આગ્રહ પણ બાંભણિયા દ્વારા રાખવામાં આવ્યો હતો જેને લઈ આજે સાંજે ૪ વાગ્યે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા સમગ્ર પ્રક્રિયા ન્યાયિક રીતે પૂર્ણ કરીને કોઈને અન્યાય નહીં થાય તે રીતે આગળ વધવાનું મન બનાવી લીધું છે તેવા કેતો સચિવાલયમાંથી મળી રહ્યા છે આ ઠરાવમાં આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ, કાયદાવિદોની સલાહ લઈ રહ્યા છે અને પરિપત્ર જાહેર કરવાનું કાઉન્ટ-ડાઉન શ‚ થઈ ચૂકયું છે. ત્યારે આ આંદોલન કઈ દિશામાં જશે તેનો નિર્ણય સાંજે જ થશે.

મહિલા એલઆરડીના નવા સુધારેલા પરિપત્ર પર બધાની નજર
લોકરક્ષક દળની મહિલા ભરતી પ્રક્રિયાનો નવો પરિપત્ર આજે જાહેર થનાર છે. આ પરિપત્ર પર અનામત અને બિન અનામત વર્ગના આંદોલન વળાંક લેશે તે વાત સ્પષ્ટ છે. આ આંદોલનને લઈ સરકારની ભીંસ વધી છે. કોઈને પણ અન્યાય ન થાય તે રીતે સરકાર નવી નીતિ બનાવવા જઈ રહી છે. મેરીટ આધારિત નિર્ણય લઈને આંદોલનને થાળે પાડવા મથામણ ચાલી રહી હોવાનું સચિવાલયના ઉચ્ચ સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગરમાં હાલ અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ ૧-૮-૨૦૧૮ના ઠરાવના મુદે આમને-સામને આંદોલન ચલાવી રહી છે ત્યારે ખરેખર આ જૂના ઠરાવમાં ૧૮ વર્ષ જૂની અનામત નીતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને અનામતની કેટેગરીમાં સમાવવા જેના પરિણામે સરકારે શ‚ કરેલી ભરતી પ્રક્રિયામાં અનામત હેઠળની મહિલાઓ જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો કરતા વધુ ગુણ મેળવે તો તેમની ગણના અનામત પુરતી જ મર્યાદિત રહેતી હતી જેની અસર એલઆરડીની ભરતી પ્રક્રિયામાં જોવા મળે છે. લોક રક્ષકની ભરતી પ્રક્રિયાઅનામત વર્ગની મહિલાઓના કટ ઓફ મેરીટ વધુ હોવા છતાં જનરલ મેરીટના બદલે અનામત કેટેગરીમાં મુકવામાં આવી પરિણામે અનામત વર્ગની મહિલાઓએ હોબાળો મચાવ્યો ૬૫ દિવસથી ચાલતા આંદોલનને લઈ સરકારને ૧-૮-૨૦૧૮નો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરવી પડી. જેના ઘેરા પ્રત્યાઘાત‚પે ગઈકાલે ઉમિયા કેમ્પસ પર ૯૪ જ્ઞાતિની બિનઅનામત વર્ગની બહેનોની ચિંતન કરવામાં આવ્યું ગઈકાલે મોડીરાતે ગાંધીનગરના એસટી ડેપો પર ઘેરાવ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તેમના આગેવાનો દિનેશ બાંભણિયા અને રાજ શેખાવતની અટકાયત કરીને બહેનોને ઉમિયા કેમ્પસ ખાતે સમજાવીને મોકલવામાં આવી હતી મોડી રાત્રે બાંભણિયા સહિત ૨૦ જણાને મુકત કરવામાં આવ્યા હતા. આજે સવારે આ બિન અનામત વર્ગની બહેનોએ કેમ્પસમાં યોગ કરીને દિવસની શ‚આત કરી હતી અને સરકાર સામે ભીંડવા તૈયાર થઈ છે. તો સરકાર સાથે બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા તૈયાર નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application