મહાપાલિકાના વાહનોમાં મુકાયેલી ફયુઅલ મોનિટરિંગ સીસ્ટમમાં છેડછાડ કરનાર એજન્સીને એક લાખનો દંડ

  • February 24, 2021 04:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા તા.01-05-2017 થી રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ વાહનોમાં ફ્યુઅલ તેમજ અન્ય લુબ્રિક્ધટસનું સંપૂર્ણપણે કોમ્યુટરાઈઝડ ઓનલાઈન ફ્યુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે તમામ વાહનો, ડી.જી.સેટ વિ. માં ડીઝલ તેમજ અન્ય લુબ્રિક્ધટસની રસીદ જનરેટ કરવાનો સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલ. હાલ ચાલુ રહેલ ઓનલાઈન સોફ્ટવેર સિસ્ટમ મારફત અત્રેથી વાહનોના એવરેજ ચેક કરતા મેજર તફાવત જણાયેલ છે. જેના અનુસંધાને, વાહનની ફ્યુઅલ મોનિટરિંગ  સિસ્ટમ સાથે છેડછાડ કરનાર એક એજન્સીને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રૂ.1 લાખનો દંડ કરેલ છે અને સાથોસાથ એજન્સીના ખર્ચે એ વાહનમાં નવી ફ્યુઅલ મોનિટરિંગ  સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ આદેશ કરેલ છે.

 

વાહનોના એવરેજના તફાવતને કંટ્રોલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતા આવતા પોતાની માલિકીના વાહનોમાં પ્રથમથી ડીઝલ ટેન્કમાં ફ્યુઅલ મોનિટરિંગ  સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરી, જેનાથી વાહન ખરેખર કેટલા કલાક/કિમી ચાલ્યું તેની રીઅલ (ૠઙજ કજ્ઞભફશિંજ્ઞક્ષ સહીતની) માહિતી, તેમજ રસ્તામાં કોઈ પણ જગ્યાએ ડીઝલ ચોરી થયેલ હોય તો તે અંગેની સ્પષ્ટ પણે જાણ ડીઝલ મોનિટરિંગ  સિસ્ટમથી થઇ જાય છે.  જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક રીતે ફાયદો થાય છે અને કામગીરીનું રીઅલ મોનિટરિંગ  કરવામાં આવે છે.


હાલમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનો સાધનો કે જેવા કે ડમ્પર, ટીપર, સક્શન મશીન , સ્વીપર મશીનો તથા ગાર્બેજ કોમ્પેકટર વાહનોમાં આ પ્રકારની ફ્યુઅલ મોનિટરિંગ  સિસ્ટમ (ળજ્ઞક્ષશજ્ઞિંશિક્ષલ જુતયિંળ) ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.  જે પૈકી નાકરાવાડી ખાતે કાર્યરત રાજકોટ મહાનગરપાલિકા વાહન ક્રાઉલર ડોઝરની ફ્યુઅલ ટેંકમાં છેડછાડ થયાનું મોનિટરિંગ  સીસ્ટમમાં ધ્યાને આવેલ.  જે અન્વયે રૂબરૂ સ્થળ તપાસ કરી સાધનિક પુરાવાઓ એકઠા કરતાં આ વાહનની જાળવણી-નિભાવણી કરતી એજન્સી શ્રી જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સની જવાબદારી ધ્યાને આવેલ છે.  જે માટે તેમને રૂ! 1.00 લાખ નો દંડ મ્યુનિસિપલ કમિશરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ છે. તદુપરાંત આ એજન્સીના ખર્ચે જ નવી ફયુલ મોનિટરિંગ  સિસ્ટમ રાજકોટ મહાનગરપાલિકાના આ ક્રાઉલર ડોઝરમાં ફિટ કરવા વર્કશોપ શાખા નાયબ કાર્યપાલક ઈજનેરને આદેશ કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS