LACથી આવી ખુશખબરી, બોરિયા બિસ્તરા સાથે ચીની સૈનિકોએ કરી પીછેહઠ

  • August 06, 2021 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ચીન વચ્ચે 31 જુલાઈએ સેન્ય વાતચીત બાદ બંને દેશોએ શાંતિ જાળવવા બાબતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બંને દેશોએ પોતાના મુખ્ય વિસ્તાર પરથી સૈનિકોને પાછા બોલાવી લીધા છે. આ સાથે ત્યાં થયેલા બાંધકામોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આની પહેલા પણ ફેબ્રુવારીમાં પેંગોંગ જીલના ઉત્તર અને દક્ષિણ કિનારાથી ચીન પાછળ હટ્યું હતું. ભારત અને ચીનના સૈનિકો ગયા વર્ષે એપ્રિલથી પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોમાં સામસામે હતા અને જૂનમાં હિંસક અથડામણ થઈ હતી.

 

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કરાર હેઠળ LACના આ વિસ્તાર પર કડક નજર રાખવામાં આવશે અને બંને પક્ષો તેનો આદર કરશે. આ સાથે, અન્ય વિસ્તારમાં પણ સંધર્ષ  સમાપ્ત થઈ ગયો છે. બંને પક્ષોએ સંવાદને આગળ વધારવા અને પશ્ચિમ ક્ષેત્રમાં એલએસીના બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના અને ITBP LAC પર શાંતિ માટે પ્રતિબદ્ધ છે.

 

ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ તમામ મુદ્દાઓને ફરી વાતચીત અને શાંતિથી ઉકેલવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષએ કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં સતત અટકી રહેલી સ્થિતિ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નકારાત્મક અસર કરી રહી છે. 14 જુલાઈએ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓએ વાતચીત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021