અમૃતા સિંહ છૂટાછેડા બાદ સૈફ પાસેથી માંગી હતી મસમોટી રકમ, કટકે કટકે ચુકવવી પડી હતી સૈફને આ રકમ

  • June 12, 2021 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૈફ અલી ખાન તેની ફિલ્મો માટે જેટલો ચર્ચામાં રહે છે, તેટલી જ ચર્ચા તેના અંગત જીવનની પણ સમયાંતરે થતી રહે છે. શરુઆતમાં અમૃતા સિંહ સાથેના તેના અફેર અને પછી ગુપ્ત રીતે લગ્ન કર્યા બાદ તેના ચાહકોને આશ્ચર્યમાં પડ્યા હતા. જો કે તે સમયે સૈફના અમૃતા સાથેના લગ્નના નિર્ણયથી પટૌડી પરિવાર પોતે પણ ચોંકી ઉઠ્યો હતો. પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, બે બાળકો થયા પછી અમૃતા અને સૈફની જોડી તૂટી ગઈ. 

 

જ્યારે સૈફ અલી ખાનના પહેલા લગ્ન તૂટી ગયા ત્યારે અનેક પ્રકારના સમાચારો સામે આવ્યા હતા. 2004 માં સૈફના લગ્નેત્તર સંબંધોના વિવાદને કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ એકબીજાથી અલગ થઈ ગયા ત્યારે સૈફે અમૃતાને મોટી રકમ ચૂકવવી પડી હતી. જો કે છૂટાછેડા પછી અમૃતાએ સૈફ પર આરોપ લગાવ્યો હતો કે તે તેને એલીમનીની રકમ આપતો નથી.

 

અમૃતાના  આરોપો પર સૈફે કહ્યું હતું કે તેણે અમૃતાને 5 કરોડ રૂપિયા આપવાના હતા. તેમાંથી તેણે પહેલા 2.5 કરોડ આપ્યા હતા. આ સિવાય તે દર મહિને 1 લાખ રૂપિયાની અલગ રકમ આપવાની હતી જ્યાં સુધી તેનો પુત્ર ઇબ્રાહિમ 18 વર્ષનો થાય ત્યાં સુધી. તે સમયે તેણે કહ્યું હતું કે તે કોઈ શાહરૂખ ખાન નથી, તેની પાસે આટલા રુપિયા ન હતા તેથી તેણે આ રકમ કટકે કટકે અમૃતાને આપવી પડી હતી. 

 

બંનેના છૂટાછેડા પછી એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે અમૃતા સૈફને બાળકોને મળવા દેતી નહોતી. સૈફે આ માટે એકવાર કહ્યું હતું કે, તે તેના દીકરાનો ફોટો પર્સમાં રાખે છે. જ્યારે તેને જોવે છે તો રડી પડી છે કારણ કે તેને તેના બાળકોને મળવાની છૂટ નથી. 

 

વર્ષ 2004 માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા થયા હતા. બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા. આ પછી સૈફે 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના સાથે લગ્ન કર્યા પછી પણ સૈફ તેની પહેલી પત્નીથી બાળકોની ખૂબ કાળજી લે છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS