સેમિફાઇનલની હાર બાદ નિરાશ થયેલી હોકી ટીમનો PM એ વધાર્યો ઉત્સાહ, વાંચો શું કહ્યું ?

  • August 03, 2021 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય પુરુષ હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે 2-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય પુરુષ હોકી ટીમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. ભારતીય પુરુષ ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ હારથી કરોડો ચાહકોના દિલ તૂટી ગયા. વડાપ્રધાન મોદીએ ટીમની હાર બાદ તેમનો જુસ્સો વધારવા માટે ટ્વિટ કર્યું હતું. 

 

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, 'જીત અને હાર જીવનનો ભાગ છે. અમારી ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020 માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમને આગામી મેચ અને ભવિષ્ય માટે શુભકામનાઓ. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. ત્રીજા ક્વાર્ટર સુધી બેલ્જિયમ સામે સ્કોર 2-2થી બરાબરી પર હતો. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમના જોરદાર મુકાબલા સામે ભારતીય ટીમ પાસે કોઈ જવાબ નહોતો. બેલ્જિયમની જીતનો હીરો એલેક્ઝાન્ડ્રે હેન્ડ્રિક્સ હતો, જેણે આ મેચમાં કુલ ત્રણ ગોલ કર્યા હતા.

 

 

પ્રથમ ક્વાર્ટર બાદ ભારતીય ટીમ 2-1થી આગળ હતી. આ મેચમાં ભારત માટે કુલ બે ગોલ થયા હતા, તેમાં મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે એક -એક ગોલ કર્યો હતો. બીજી સેમીફાઇનલ મેચ જર્મની અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે, વિજેતા ટીમ ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે અને હારનાર ટીમ બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમ સામે ટકરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021