કોરોના પછી આ ૧૬ તોફાનો દુનિયાને ધમરોળી નાખશે

  • April 04, 2020 10:38 AM 407 views

  • આઠ તોફાન હેરિકેન પ્રકારના હશે: જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભૂક્કા કાઢશે: વૈજ્ઞાનિકોએ ભાખ્યું ભવિષ્ય


આ વર્ષની શરૂઆતમાં જ ખતરનાક કોરોના વાયરસે આખી દુનિયાને ભયના ઓથારમાં મુકી દીધી છે પરંતુ કોરોના વાયરસ પછી પણ ખતરાના વાદળો દુનિયા ઉપર મંડરાઈ રહ્યા છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે આ વર્ષે દુનિયાભરમાં ૧૬થી વધુ દરિયાઈ તોફાનો આવવાની સંભાવના છે જેમાં આઠ હેરિકેન પણ સામેલ છે. આ આઠમાંથી ચાર તોફાન અત્યતં ખતરનાક અને શકિતશાળી હશે.


નિષ્ણાતોએ કહ્યું કે અમને આ વર્ષે ફરીથી મોટી ગતિવિધિઓ થવાના સંકેત મળ્યા છે. હવામાન વૈજ્ઞાનિક ફીલ કલોટઝબેકે કહ્યું કે અમારું અનુમાન છે કે ૨૦૨૦માં એટલાન્ટીક બેસિન હેરિકેન હવામાનની ગતિવિધિ સામાન્યથી ઉપર રહેશે જે હરિકેન તોફાનની શ્રેણી ત્રણથી પાંચ હશે તે મોટા તોફાન બની જશે. તેમાં ૧૧૧ માઈલ પ્રતિ કલાક અને તેનાથી વધુ ઝડપથી હવાઓ ફંકાશે. અનુમાન છે કે આ તોફાન ૧ જૂનથી ૩૦ નવેમ્બર દરમિયાન આવશે.


લોટઝબેકે કહ્યું કે આ મોટા તોફાનોથી ભૂ–સ્ખલન થવાના સંકેત પણ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે ઓછામાં ઓછા એક મોટા તોફાનથી અમેરિકાના દરિયાઈ વિસ્તારો પાસે ૬૯ ટકા ભૂ–સ્ખલન થવાની સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application