10 મહિના પછી ફરી દેશમાં કોરોનાના કેસ જેટ ઝડપે વધ્યા

  • March 19, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાછલા 24 કલાકમાં ભારતમાં વધુ 39,670 કેસ નોંધાયા છે: કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો પરંતુ મૃત્યુઆંક સરખામણીમાં નીચો
 

10 મહિના પછી ભારતમાં 5 દિવસમાં આટલા ઝડપથી કેસ વધતા નોંધાયા છે. આ દરમિયાન 7 દિવસના સમયગાળામાં 39%નો કોરોના કેસમાં વધારો નોંધાયો છે.
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો 40,000ની એકદમ નજીક પહોંચી ગયો છે, પાછલા 24 કલાકમાં દેશમાં 39,670 નવા કેસ નોંધાયા છે. આ પહેલા એક દિવસમાં આટલા બધા કેસ પાછલા વર્ષે 28 નવેમ્બરના રોજ નોંધાયા છે.

 


પાછલા દિવસમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 25,833 નોંધાયા છે, 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી કે તે પહેલાના સૌથી વધુ એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો છે.

 


પાછલા 5 દિવસમાં, સરેરાશ 7 દિવસ પ્રમાણે જોઈએ તો દરરોજના નવા કેસમાં 5%નો વધારો નોંધાયો છે. આ 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ એકથી પાંચ દિવસ દરમિયાન આ પ્રમાણે રહ્યા છે- 5.2%, 5.8%, 6.6%, 7.4% અને 8.7%.પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે પાછલા મે મહિનામાં કોરોનાના કેસમાં સતત 5 દિવસ દરમિયાન ઉછાળો નોંધાતો હતો તે પ્રમાણે ફરી દરરોજના કેસમાં નોંધાઈ રહ્યા છે. આ પહેલા, દરરોજ નોંધાતા નવા કેસના ઉછાળામાં 19થી 22 મે દરમિયાન 5% કરતા વધુનો ઉછાળો નોંધાતો હતો.

 


મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ આ વધારો કેસના વધારાની સરખામણીમાં નીચો રહ્યો છે. ભારતમાં 24 કલાકમાં 154 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે 150 કરતા વધુ મૃત્યુ નોંધાયા છે.

 


આજે પાછલા 7 દિવસના મૃત્યુઆંક 150ને પાર કરી ગયા છે, આવું 23 જાન્યુઆરી પછી પહેલીવાર થયું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ મુંબઈમાં પણ પાછલા દિવસની સરખામણી કરતા કોરોનાના નવા કેસમાં નવો વધારો નોંધાયો છે.

 


મુંબઈમાં નવા 2,877 કેસ નોંધાયા છે, જે પહેલા 2,848 કેસ કેસ સાથે 10 ઓક્ટોબર, 2020નો રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ સારી બાબત એ છે કે ગુરુવારે 11 સપ્ટેમ્બરથી નીચો મૃત્યુઆંક રહ્યો છે.

 


ઉત્તર પશ્ચિમ અને ઓડિશા તથા બિહાર સિવાયના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે. પંજાબમાં 2,387 નવા કેસ નોંધાયા, જે 19 સપ્ટેમ્બર 2020 પછી સૌથી મોટો આંકડો છે. કેન્દ્રીય પ્રદેશ ચંદીગઢમાં પણ 211 કેસ નોંધાયા છે જે 25 સપ્ટેમ્બર પછી નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

 


કણર્ટિકમાં વધુ 1,488 નવા કેસ નોંધાયા છે, જે 28 નવેમ્બર પછીનો મોટો આંકડો છે, જ્યારે એકલા બેંગ્લુરુના શહેરી વિસ્તારમાં 925 નવા કેસ નોંધાયા છે. છત્તીસગઢમાં 1000થી વધુ નવા કેસ નોંધાતા 4 જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ નોંધાયા છે. જાન્યુઆરી પછી આ પાંચમું રાજ્ય બન્યું છે જ્યાં 1000 કરતા વધુ કેસ નોંધાયા છે.

 


આ સિવાય કોરોના કેસમાં વધારો નોંધાયો હોય તે રાજ્યો આ પ્રમાણે છે- ગુજરાત (1,276 નવા કેસ નોંધાયા), તામિલનાડુ (989), મધ્યપ્રદેશ (917), હરિયાણા (633), દિલ્હી (607), ઉત્તરપ્રદેશ (321), રાજસ્થાન (327), બંગાળ (323), હિમાચલ પ્રદેશ (171), ઝારખંડ (97), જમ્મુ અને કાશ્મીર (140) અને પોંડિચેરી (81). આ જગ્યાઓ પર જાન્યુઆરી કે તે પહેલા નોંધાયેલા કેસ પછી ફરી ઉછાળો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS