લોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય

  • May 02, 2021 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વાયરસની કથળેલી પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક શરુ થઈ ચુકી છે.  દેશના કોવિડ -19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે. રવિવારે દેશમાં 3,92,488 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દેશમાં કોરોના કુલ કેસ વધીને 1,95,57,457 થયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,689 લોકોનાં મોત નીપજ્યાં છે.

 

 

દેશમાં કોરાનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સાથે નિષ્ણાંતોની બેઠકનો દોર સતત ચાલી રહ્યો છે. આ પહેલા પીએમએ રાજ્યોના મુખ્યમંત્રી, અધિકારીઓ, ઓક્સિજન ઉત્પાદકો સહિતના અન્ય નિષ્ણાંતો સાથે બેઠક યોજી હતી. આજે પણ વડાપ્રધાનની મહત્વની બેઠક યોજાઈ છે. 

 

 

આજની બેઠક બાદ કોઈ મહત્વનો નિર્ણય પણ જાહેર કરી શકાય છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસને જોતા કોવિડ -19 ટાસ્ક ફોર્સના સભ્યોએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય લોકડાઉન લાદવાની અપીલ કરી છે. 

 

 

કોવિડ -19 ટાસ્ક ફોર્સ અનુસાર કોરોના ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. ટાસ્ક ફોર્સે ભારપૂર્વક જણાવ્યું છે કે જો આ જ રીતે કોરોના કેસ વધતા રહેશે તો દેશનું આરોગ્ય માળખું સંપૂર્ણ રીતે તૂટી જશે. તેવામાં આજે યોજાયેલી બેઠક બાદ વડાપ્રધાન શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS