નર્મદા કેનાલ પછી અમદાવાદ રિવરફ્રન્ટ આત્મહત્યાનું સ્થળ બન્યું, એક વર્ષમાં ૧૦૬ના મોત

  • September 14, 2021 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલામતી અને ચેતવણીના બોર્ડ લગાવાયા હોવા છતાં નિરાશાથી આત્મહત્યા કરવાના કિસ્સા વધી રહ્યાં છે, પાણીમાં ડૂબીને મોત વહાલું કરાય છે


ગુજરાતમાં નર્મદાની કેનાલ પછી અમદાવાદનું રીવરફ્રન્ટ આત્મહત્યા કરવા માટેનું સ્થળ બન્યું છે. સલામતી અને ચેતવણીના બોર્ડ હોવા છતાં લોકો નિરાશાથી આત્મહત્યા કરવા પ્રેરાય છે અને પાણીમાં ડૂબીને મોત વહાલું કરે છે. વધતી જતી ઘટનાઓ અટકાવવા અમદાવાદ પોલીસને રીવરફ્રન્ટ પર બંદોબસ્ત મૂકવાની વ્યવસ્થા કરવી પડી છે.

 


૨૦૨૧ના વર્ષમાં અત્યાર સુધીમાં રીવરફ્રન્ટમાંથી ૧૦૬ મૃતદેહ મળી આવ્યા છે જેમીં ૧૮ મહિલા અને ૮૮ પુષ હતા. વર્ષ દરમ્યાન રીવરફ્રન્ટ પર ફરજ બજાવતા ફાયરમેન ભરત ચાંગેલા અને કમલેશ પરમાર દ્રારા આત્મહત્યા કરવા માટે નદીમાં ઝંપલાવનાર ૨૪ લોકોને બચાવી લેવાયા હતા.

 


અમદાવાદની ખુબસૂરતી વધારતો રીવરફ્રન્ટ બદનામ થઇ રહ્યો છે. જીંદગીથી અત્યતં હતાશ અને નિરાશ થયેલા લોકો અહીં આવીને જીંદગીનો અતં આણવા નદીમાં ઝંપલાવે છે. આવી ઘટનાઓના કારણે રિવરફ્રન્ટ બદનામ થયું છે. ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં સાબરમતી નદી માંથી ૧૦૬ મૃતદેહમાં મળી આવ્યા હતા.

 


વર્ષેા પહેલાં કાંકરીયા તળાવ આત્મહત્યા કરવા માટેનું સ્યુસાઈડ પોઈન્ટ હતું પરંતુ કાંકરીયા તળાવને લેકફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવ્યા બાદ આત્મહત્યાની ઘટનાઓ ઓછી થઇ છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ કહે છે કે લેક ફ્રન્ટ બન્યા બાદ છેલ્લા ૧૦ વર્ષમાં એકપણ આત્મહત્યાની ઘટના લેક ફ્રન્ટ પર બની નથી. આ પહેલાં અમદાવાદમાંથી પસાર થતી નર્મદા નદીની કેનાલમાં આત્મહત્યાની ઘટનાઓ બનતી હતી. જો કે કેનાલમાં હજી પણ નિરાશાથી લોકો ઝંપલાવે છે.

 


 ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે માર્ગ પર આવેલા કેનાલ પુલને ઝાળીથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેથી માર્ગ પર આવતી કેનાલોમાં આત્મહત્યાની ઘટનાઓ ઘટી ગઇ છે. પોલીસે ચેતવણીમાં એવું પણ લખ્યું છે કે આત્મહત્યા કરવી એ મોટો ગુનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS