વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ ? T 20 વર્લ્ડકપ પછી રોહિત કરશે નેતૃત્વ ! 

  • September 13, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં આગામી થોડા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર, નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારા T 20 વર્લ્ડકપ બાદ વનડે અને T 20 કેપ્ટનશિપમાંથી રાજીનામું આપે તેવી અપેક્ષા છે, અને ત્યારબાદ રોહિત શર્માને ટીમના કેપ્ટન બનાવવામાં આવે તેવી અપેક્ષા છે. 

 

મળતી માહિતી અનુસાર, 32 વર્ષીય વિરાટ કોહલી, જે હાલમાં તમામ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે, તે 34 વર્ષીય રોહિત શર્માને કેપ્ટનશિપની જવાબદારીઓ આપી શકે છે તેવું જાણવા મળ્યું છે. કોહલી છેલ્લા કેટલાક મહિનાઓથી રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી રહ્યા છે.

 

આગળના બે વર્ષોમાં બે વર્લ્ડકપ  
   

 

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપનું દબાણ કોહલીની બેટિંગને અસર કરી રહ્યું છે. કોહલી એમ પણ માને છે કે તેની બેટિંગને તમામ ફોર્મેટમાં વધુ સારી બનાવવા પ્રટિસની જરૂર છે. કોહલી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો માનો એક  ગણવામાં આવે છે. કારણ કે તે તેની બેટિંગ વિશે જાણે છે. 2022 અને 2023 ની વચ્ચે, ભારતે બે વર્લ્ડ કપ (વનડે અને ટી 20) રમવાના છે, તેથી કોહલીની બેટિંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટમાં કેપ્ટનશિપ છોડ્યા બાદ કોહલી 2014માં ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન બન્યા હતા. આ પછી ધોનીએ 2017 માં તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું અને પછી ટેસ્ટ બાદ કોહલીને ટી 20 અને વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી છે, જેમાં તેણે 38 માં જીત મેળવી છે. તે જ સમયે, વનડેમાં, તેણે 95 મેચોમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે અને 65 માં જીત મેળવી છે. કોહલીએ 45 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું છે, જેમાં તેણે 29 મેચ જીતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS