ભારત-ચીન વિવાદની અસર ક્રિકેટ પર પડશે, BCCIએ Vivoની સ્પોન્સરશીપ મામલે કરી દીધી આવી ચોખવટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત-ચીન વિવાદની અસર આઇપીએલ પર પડી શકે છે, આઇપીએલની ટાઇટલ સ્પોન્સર ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો છે. ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટ વિરોધ થઈ રહ્યો છે તેની વચ્ચે બીસીસીઆઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

બીસીસીઆઈનું કહેવું છે કે જો સરકાર ભારતમાં ચીની ફોનના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેતી હોય તો બોર્ડ તેનું પાલન જરૂર કરશે અને વીવોને ટાઇટલ સ્પોન્સર પરથી હટાવી દેવામાં આવશે.

 

વિવો એક ચીની ફોન નિર્માતા કંપની છે. ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકોની વચ્ચે થયેલી હિંસા બાદ ભારતમાં વર્તમાન સમયે જે રોષની ભાવનાઓ જોવા મળી રહી છે, તેના કારણે બીસીસીઆઈએ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.

 

પરંતુ બોર્ડે એ વાત પર પણ ભાર આપ્યો છે કે બીસીસીઆઈ સરકારને 40% કમાણી કરીને આપે છે જેનો ઉપયોગ દેશ અને દેશવાસીઓના લાભ માટે કરવામાં આવે છે.

 

ચીની સ્માર્ટફોન કંપનીઓ 2018માં 2199 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચ કરીને પાંચ વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.

 

કોરોનાવાયરસના કારણે બીસીસીઆઈએ આઇપીએલ 2020ને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. બીજી બાજુએ બીસીસીઆઈ આઈપીએલના આયોજન કરવા માટે પ્રયત્નશીલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS