બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનારને રાજકોટ કોર્ટએ ફટકારી ફાંસીની સજા

  • October 28, 2020 11:34 AM 
  • ૪૦ વર્ષ બાદ રાજકોટમાં જજ ડી.ડી.ઠક્કરે એક આરોપીને ફાંસીની સજા જાહેર

 

રાજકોટમાં જજ ડી.ડી.ઠક્કરે એક આરોપીને ફાંસીની સજા જાહેર કરી છે. 40 વર્ષ બાદ રાજકોટ કોર્ટમાં ફાંસીની સજા ફરીથી સંભળાવવામાં આવી છે. આરોપી, સરકારી વકીલ સહિત તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર રહ્યા હતા. 3 વર્ષની દીકરીને રેપ કરીને મારી નાખી હતી એ કેસમાં આરોપીને ફાસીની સજા સંભળાવવામાં આવી છે.

 

રાજકોટ મા 3 વર્ષ ની બાળકી ને રેપ વિથ મર્ડર ના કેસ મા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રમેશ બચુભાઈ વદુકીયા ને ફાંસીની સજા ફટકારી... તારીખ 09/08/2018  નારોજ 3 વર્ષ ની બાળકી ને રેપ વિથ મર્ડર કરેલ ...આરોપી એ 07/08/2018 ના રોજ પણ એક મહિલાની હત્યા કરેલ.. રાજકોટ ડિસ્ટ્રીક કૉર્ટ ના જજ શ્રી ડી.ડી.ઠક્કર દ્વારા ફાંસી ની સજા સંભળાવાઈ... મુખ્ય જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા દ્વારા આ કેસ ચલાવવામાં આવી રહ્યો હતો

 

રાજકોટમાં ભાવનગર રોડ ઉપર ptc હોસ્ટેલની અવાવરું જગ્યામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં રાજકોટના સ્પેશ્યલ પોક્સો અદાલતના એડિશનલ સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે આરોપી રમેશ બચુભાઈ વેદુકિયાને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે ડીજીપી સંજય કે વોરાએ રજૂઆતો કરી હતી.

 

  • રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યાના કેસમાં રમેશ બચુભાઈ વેદુકિયા નામના શખ્સને ફાંસીની સજા

જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, આરોપી રમેશ બચુભાઇ દુદકીયા છે. તેનો ગુનાહિત ઇતિહાસ એટલો ખરાબ છે. બે વર્ષ પહેલા બે દિવસ પહેલા મોટી ઉંમરના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઇ ગયો હતો. વૃદ્ધાને જે જગ્યાએ જવાનું હતું તેને બદલે અન્ય જગ્યાએ લઇ ગયો અને તેણે પહેરેલા દાગીના લૂંટી લીધા હતા અને હત્યા કરી હતી. આ બનાવના બે દિવસ પછી જ બાળકીની ઘટના બની હતી. આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી પોલીસ દોડી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને ઝડપી લીધો હતો.

 

  • બાળકી પર દુષ્કર્મ આચરી આરોપીએ માથુ છૂંદી હત્યા કરી હતી

આરોપી રમેશ રિક્ષા ચલાવતો હતો. 9 ઓગસ્ટ 2018ના રોજ રમેશે ભાવનગર રોડ પરથી ત્રણ વર્ષની બાળકીનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં લઇ જઇ બાળકીનું માથુ છૂંદી હત્યા કરી હતી. બાળકીનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હતો. પીએમ બાદ બાળકીનો મૃતદેહ લઇ પરિવાર વતન જતો રહ્યો હતો.

 

  • એક કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું

એક કલાકમાં બાળકી પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું. તેની હત્યા કરીને રમેશ પાછો ચુનારવાડ વિસ્તારમાં આવી ગયો અને ત્યાં આંટાફેરા કરવા લાગ્યો હતો. જે રિક્ષામાં બેસીને તે બાળકીને અમુલ સર્કલ લઈ ગયો હતો તે રિક્ષાચાલકે પણ આરોપીની ઓળખ કરી હતી. રિક્ષાચાલકે જ્યારે આરોપીને બાળકી વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે આ છોકરી બીમાર છે. આરોપીએ બાળકીનો રેપ કર્યા પછી તેનો જીવ ન ગયો ત્યાં સુધી તેના માથા પર પથ્થર મારતો રહ્યો હતો. હત્યા કરી તે સ્થળે એક બ્લેન્કેટમાં તેને છૂપાવી અને ફરાર થઈ ગયો હતો.

 

  • બાળકીની ઘટનાના બે દિવસ અગાઉ વૃદ્ધાની હત્યા કરી હતી

બાળકીની ઘટનાના બે દિવસ અગાઉ એટલે કે 7 ઓગસ્ટ 2018ના રોજ પરાબજાર પાસેના કૃષ્ણપરામાં રહેતા 70 વર્ષના અસ્માબેન હાતિમભાઇ સાદીકોટ જૂની દરજી બજારમાં રહેતી તેની પુત્રી બતુલબેન યુસુફભાઇ વણાકના ઘરે ગયા હતા. બાદમાં પુત્રીના ઘરે પોણો કલાક રોકાયા બાદ બપોરના પોણા ત્રણેક વાગે આરોપીની રિક્ષામાં બેઠા હતા. અસ્માબેને હાથમાં સોનાની બંગડી, કાન અને નાકમાં સોનાના દાગીના પહેર્યા હોય આરોપીની નજર બગડી હતી અને રિક્ષા અવાવરૂ જગ્યાએ લઇ જઇ લૂંટ કરી અસ્માબેનની હત્યા કરી હતી. પરિવારને અસ્માબેનનો મૃતદેહ ત્રણ દિવસ બાદ મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS