બેંકો બાદ એલઆઇસી પર પણ એનપીએનો સંકટ, ૩૬,૬૯૪ કરોડને પાર

  • August 01, 2020 10:58 AM 389 views


માત્ર એક જ વર્ષમાં એલઆઇસીની એનપીએમાં જંગી વધારો થયો

બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. ૨૦૧૯–૨૦માં એનપીએ ૮.૧૭ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો ૬.૧૫ ટકા હતો. સ્પષ્ટ્ર છે કે માત્ર એક જ વર્ષમાં એલઆઈસીની એનપીએમાં ૨ ટકાનો વધારો નોંધાયો છે.એલઆઈસીની કુલ સંપત્તિ ૩૧.૯૬ લાખ કરોડની થઈ ગઈ છે જેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯ની તુલનામાં સામાન્ય વધારો થયો છે. ગયા વર્ષે એલઆઈસીની સંપત્તિ ૩૧.૧ લાખ કરોડ પિયા હતી. એલઆઈસીના એક વરિ અધિકારીએ નામ જાહેર નકરવાની શરતે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં જે સ્થિતિ પેદા થઈ છે એનપીએ તેનો જ પરિણામ છે. ખાસ કરીને કોર્પેારેટ સેકટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડને કારણે એનપીએમાં ઘટાડો થયો છે.૨૦ માર્ચે એલઆસીની એનપીએ ૩૬,૬૯૪.૨૦ કરોડ પિયા હતી જે ગયા વર્ષે ૨૪,૭૭૨.૨ કરોડ પિયા હતી. આ ઉપરાંત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી એલઆઈસીની એનપીએ વધીને ૩૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application