લાંબા સમય પછી ફરી એકવાર મોટા પડદે આ ફિલ્મમાં સાથે જોવા મળશે ખાનની જોડી

  • March 10, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. આ સાથે જ સલમાન ખાનના ચાહકો પણ આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં બંને સુપરસ્ટાર્સ એક સાથે જોવા મળશે. સલમાન આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. તેમજ તેનો 'એક થા ટાઇગર' વાળો લુક પણ જોવા મળશે.

આ ફિલ્મ યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં સલમાન ખાન ટાઈગર બનીને શાહરૂખ ખાનને બચાવશે. આ સાથે જ આ ફિલ્મમાં સલમાનની એન્ટ્રી ધમાકેદાર થશે. મળતી માહિતી અનુસાર, એક સીનમાં શાહરૂખ દુશ્મનોથી ઘેરાયેલ હશે અને સલમાન તેને બચાવશે. આ પહેલા પણ તેણે 'ટાઇગર ઝિંદા હૈ'માં આવું સીન બનાવ્યું  હતું.

આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વળી, આ ફિલ્મમાં શાહરૂખ-સલમાનની જોડીને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે તેવી અપેક્ષા છે. સલમાનની આગામી ફિલ્મ 'રાધે' આ વર્ષે ઈદ નિમિત્તે રિલીઝ થશે. પરંતુ 'પઠાણ'ની રિલીઝ માટેની તારીખ હજી નક્કી થઈ નથી. આ દિવસોમાં ફિલ્મ 'પઠાણ' નું શૂટિંગ દુબઈમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં શાહરૂખની ઓપોઝીટ દીપિકા જોવા મળશે, તેમજઅભિનેતા જ્હોન અબ્રાહમ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સલમાન પઠાણમાં કેમિયો કરતા જોવા મળશે.

શાહરૂખ અને સલમાને કરણ અર્જુન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેઓ બોલિવૂડના કરણ-અર્જુન તરીકે પણ ઓળખાવા લાગ્યા હતા. આ ફિલ્મ પછી આ બંને 'હમ તુમ્હારે સનમ' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. જ્યારે પણ સલમાન અને શાહરૂખની જોડી સ્ક્રીન પર નજરે ચડી હતી. ત્યારે ચાહકોને તે ખૂબ ગમ્યું. આ પહેલા પણ બંને ઘણી વખત એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરી ચૂક્યા છે. શાહરૂખની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં સલમાને અમન નામનું પાત્ર ભજવ્યું હતું. તે જ સમયે, શાહરૂખે સલમાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' અને 'હર દિલ જો પ્યાર કરેગા'માં કેમિયો કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS