RCB અને GT બાદ લખનઉએ પણ બદલી જર્સી, જાણો કેમ બધી ટીમ IPLના અંતમાં લઇ રહી છે આવો નિર્ણય

  • May 18, 2023 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2023 સીઝન તેના સમાપન તરફ આગળ વધી રહી છે અને હવે માત્ર થોડી જ મેચો બાકી છે. તમામ ટીમો પોતાની છેલ્લી મેચ રમવાની છે. લખનૌ સુપર જાયન્ટ્સની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થવાની છે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ પર રમાશે અને આ મેચમાં ફૂટબોલનો રંગ પણ જોવા મળવાનો છે કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સની જેમ લખનૌનો રંગ પણ બદલાવાનો છે.


લખનૌ હાલમાં પ્લેઓફની રેસમાં છે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી લખનૌને તેની છેલ્લી મેચમાં પ્લેઓફની ટિકિટ મેળવવી પડશે અને આ માટે ટીમ 20 મે, શનિવારે કોલકાતામાં હાજર રહેશે. જો કે આ શહેર નાઈટ રાઈડર્સનું ઘર છે, પરંતુ હવે તેનું લખનૌ સાથે પણ ખાસ જોડાણ છે.


આ સંબંધના કારણે લખનૌ તેની છેલ્લી મેચમાં બદલાયેલી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. લખનૌ સુપર જાયન્ટ્સે તેમની છેલ્લી મેચ માટે નવી જર્સી રજૂ કરી હતી, જેને પહેરીને ટીમ કોલકાતા સામે ટકરાશે. આ જર્સીનો રંગ વાદળી નહીં, પરંતુ મરૂન અને લીલો હશે. બિલકુલ કોલકાતાની પ્રખ્યાત ભારતીય ફૂટબોલ ક્લબ મોહન બાગાનની જેમ.


હવે જો તમે વિચારી રહ્યા હોવ કે લખનૌના પ્લેયર્સ આ ક્લબના રંગો જ કેમ અપનાવી રહ્યા છે. તો તેનું કારણ છે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા કે જેઓ મોહન બાગાન ક્લબના માલિક પણ છે અને તેથી આ લખનૌ ક્લબ લિજેન્ડરી ક્લબને શ્રદ્ધાંજલિ તરીકે સમાન રંગની જર્સી પહેરશે.


લખનૌ પહેલા બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ પણ બદલાયેલી જર્સી સાથે મેદાનમાં ઉતરી છે. બેંગ્લોર, દરેક સીઝનની જેમ, સીઝનની એક મેચ તેની લાલ જર્સીને બદલે ગ્રીન જર્સીમાં રમે છે, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે. તો ગુજરાત ટાઇટન્સે તાજેતરમાં કેન્સર જાગૃતિનો સંદેશ આપતા લવંડર રંગની જર્સી પહેરીને તેમની મેચ રમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application