ચંદ્ર અને સૂર્ય બાદ હવે ઈસરો મોકલશે શુક્ર પર યાન, આ મહીને લોન્ચ થશે વિનસ મિશન

  • September 27, 2023 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​મિશનના ૯૫ % ભાગો સ્વદેશી, લુપ્ત થવાની કગાર પરના તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે વિનસ મિશન



ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ની સફળતા બાદ ઈસરો વધુ એક મિશનની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ભારતીય અવકાશ એજન્સી ઈસરો હવે અન્ય ગ્રહોના રહસ્યો ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈસરોના વડા એસ. સોમનાથે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. આ ગ્રહોમાં એવા ગ્રહોનો સમાવેશ થાય છે કે જેનું વાતાવરણ રહેવા યોગ્ય માનવામાં આવે છે.


ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના એક કાર્યક્રમ દરમિયાન ઈસરોના વડાએ કહ્યું કે સ્પેસ એજન્સી શુક્રના અભ્યાસ માટે એક મિશન મોકલવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે એજન્સી સ્પેસ ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના બનાવી રહી છે. એસ સોમનાથે જણાવ્યું હતું કે એક્સપોઝેટ અથવા એક્સ-રે પોલેરીમીટર ઉપગ્રહ આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનો છે. આ ઉપગ્રહોને તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે લુપ્ત થવાની કગાર પર છે.


તેમણે કહ્યું કે એજન્સી એકસોવર્લ્ડ નામના સેટેલાઇટ પર પણ વિચાર કરી રહી છે. જે સૌરમંડળની બહારના ગ્રહો અને અન્ય તારાઓની આસપાસ ફરતા ગ્રહોની માહિતી એકત્રિત કરશે. એસ. સોમનાથે જણાવ્યું હતું કે સૌરમંડળની બહાર ૫,૦૦૦ થી વધુ જાણીતા ગ્રહો છે, જેમાંથી ઓછામાં ઓછા ૧૦૦ પર પર્યાવરણ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે એક્સોવર્લ્ડ મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. આ સાથે મંગળ પર અવકાશયાન ઉતારવાની પણ યોજના છે.


વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ૮૨માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવા પહોંચેલા ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે ભારતમાં રોકેટના ઉત્પાદનમાં વપરાતા લગભગ ૯૫ ટકા પાર્ટસ સ્થાનિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. તેમણે કહ્યું કે રોકેટ અને સેટેલાઇટના વિકાસ સહિત તમામ ટેકનિકલ કામ આપણા દેશમાં જ થાય છે. સોમનાથે કહ્યું કે આ સિદ્ધિ નેશનલ લેબોરેટરીઝ, ડીફેન્સ લેબોરેટરીઝ અને સીએસઆઈઆર લેબોરેટરીઝ સહિત વિવિધ ભારતીય લેબોરેટરીઝ સાથેના સહયોગનું પરિણામ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application