1987થી સતત આપી રહ્યા હતા ધોરણ 10ની પરીક્ષા અને થતાં ફેલ, આ વખતે કોરોનાએ કરાવ્યા પાસ

  • August 01, 2020 12:14 PM 392 views


કોરોના વાયરસ રોગચાળાને કારણે કેન્દ્ર સરકાર સહિત અન્ય રાજ્યોની સરકારે ઘણી છૂટની જાહેરાત કરી. આવી સ્થિતિમાં હૈદરાબાદની રાજ્ય સરકારે આ જીવલેણ વાયરસના ફેલાવાના કારણે નિર્ણય કર્યો હતો કે તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાના. સરકારના આ નિર્ણયથી જો સૌથી વધુ કોઈને લાભ થયો હોય તો તે છે હૈદરાબાદના 51 વર્ષના વ્યક્તિને...

 


હૈદરાબાદના 51 વર્ષિય મોહમ્મદ નુરુદ્દીન 33 વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા અને તે સતત નિષ્ફળ રહ્યા હતા. પરંતુ મોહમ્મદ નૂરુદ્દીન આ વખતે સરકારે લીધેલા નિર્ણય સાથે પાસ થયા છે. એક મુલાકાત દરમિયાન મોહમ્મદ નુરુદ્દીને કહ્યું કે 1987 થી તેઓ સતત 10માં ધોરણની પરીક્ષા આપી રહ્યા છે. પરંતુ નબળા અંગ્રેજીના કારણે તે દર વર્ષે નિષ્ફળ જતા હતા. જો કે, સતત 33 વર્ષ સુધી નિષ્ફળ રહ્યા છતાં પણ તેમણે ક્યારેય હાર માની ન હતી. જો કે આ વખતે કોરોનાને કારણે નસીબે તેમનો સાથ આપ્યો અને સરકારના નિર્ણયને લીધે મોહમ્મદ નુરુદ્દીન પરીક્ષા પાસ કરી ગયા. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application