વિરાણી હાઇસ્કુલની જમીનની માલિકીના પ્રકરણમાં નવેસરથી સુનાવણી શરૂ

  • August 10, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્કૂલના ટ્રસ્ટ વતી વકીલોએ પ્રાંત અધિકારી સમક્ષ દલીલ કરી


વિરાણી હાઈસ્કૂલની જમીનની માલિકીના વિવાદાસ્પદ પ્રકરણમાં વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટની વિરુદ્ધમાં અપાયેલા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયા બાદ વડી અદાલતની સૂચના મુજબ આ કેસમાં આજથી ફરી પ્રાંત અધિકારી ચૌધરી સમક્ષ નવેસરથી સુનાવણી શરૂ થઈ છે.



પ્રાંત અધિકારી ચૌધરીએ અમને સાંભળ્યા વગર કાયદાનું ખોટું અર્થઘટન કરીને અમને અન્યાય થાય તેવો નિર્ણય કર્યો છે તેમ કહીને હાઇકોર્ટમાં વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ તરફથી રીટ કરવામાં આવી હતી અને હાઇકોર્ટે તે મંજૂર રાખી નવેસરથી તારીખ 10 ઓગસ્ટે સુનાવણી કરવા આદેશ આપ્યો હતો.


આજે આખો દિવસ જૂની કલેકટર કચેરીમાં આ કેસમાં વકીલોની દલીલ ચાલુ રહી હતી. તે પૂરી થયા પછી હવે આગામી એકાદ સપ્તાહમાં પ્રાંત અધિકારી નવેસરથી પોતાનો ચુકાદો આપશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application