સતત ત્રીજી વખત ખેલ રત્ન માટે ભાલા ફેંકમાં નીરજ ચોપરાના નામની ભલામણ 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

ભારતીય એથ્લેટીક્સ મહાસંઘ સમિતિએ સતત ત્રીજી વખત ખેલાડી નીરજ ચોપરાના નામની ખેલ રત્ન પુરસ્કાર માટે ભલામણ કરી છે. 22 વર્ષના ચોપરા ટ્રેક અને ફિલ્ડ માટેના એકમાત્ર ખેલાડી છે, જેના નામની એએફઆઈએ ભલામણ કરી છે.

 

એક સૂત્રએ જણાવ્યું છે કે નીરજ માત્ર એક માત્ર ખેલાડી છે કે જેના નામનો ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે.ઓરિસ્સા સરકાર પહેલાં જ અર્જુન પુરસ્કાર માટે  ખેલાડી દુતી ચંદના નામની ભલામણ કરી ચૂકી છે. 

 

ચોપરાએ ટોક્યો માટે ક્વોલિફાય કરી લીધું છે, જ્યારે કોણીના ઈજાના કારણે ગત આખું વર્ષ સત્રની બહાર રહ્યા હતા.રાષ્ટ્રમંડળ અને એશિયાઈ ખેલોમાં ગોલ્ડ મેડલ વિજેતા ચોપડાને 2018માં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

એ જ વર્ષે તેનું નામ ખેલ રત્ન માટે પણ મોકલવામાં આવ્યું હતું, ત્યાર બાદ ગત વર્ષે બીજી વાર નામ મોકલવામાં આવ્યું હતું અને આ વખતે ત્રીજી વખત પણ તેના નામની ભલામણ કરવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS