પંજશીરમાં તાલિબાનીઓની જંગ: અફઘાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના મોટા ભાઈની હત્યા !

  • September 10, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે, 'તાલિબાનીએ સત્તા સંભાળી તે પહેલા અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ રહેલા અમરૂલ્લાહ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પજશીરમાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. 

 

એક અહેવાલ મુજબ તાલિબાન અને પજશીરના યોદ્ધા વચ્ચે ગુરુવારે રાત્રે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાલેહનો મોટો ભાઈ માર્યો ગયો હતો. એવા અહેવાલો છે કે તાલિબાન લડવૈયાઓએ રોહુલ્લાહ સાલેહને ખૂબ ત્રાસ આપ્યો અને અંતે મારી નાખ્યો.

 

પંજશીરમાં લડત જારી 

 

પંજશીર એ વિસ્તાર છે જ્યાં તાલિબાન હાલમાં નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ) અને નોર્ધન એલાયન્સ સાથે લડી રહ્યું છે. તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલનો કબજો મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ હાલ  પંજશીરમાં તાલિબાનીઓ વિરુદ્ધ આઝાદીની લડત ચાલુ છે. અશરફ ગનીએ દેશ છોડ્યા પછી, અમરૂલ્લાહ સાલેહે પંજશીરના લડવૈયાઓને ખુલ્લો ટેકો આપ્યો. આ ટેકા બાદ તાલિબાનને તેમને ખુલ્લી ચેતવણી પણ આપી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS