કોરોનાની ઝપટે ચડેલા આ દેશમાં દીકરીઓએ સંભાળ્યો મોરચો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અફઘાનિસ્તાન જેવો દેશ જ્યાં આતંકવાદના કારણે હજારો જિંદગીઓ રોજ આખરી દમ લે છે, ત્યાં કોરોનાની મહામારીના કારણે લોકોની જિંદગી દોજખ બની ગઈ છે, અફઘાનિસ્તાનમાં આતંકવાદે વિકાસની રફતારને રોકી દીધી છે, એવામાં આ ખતરનાક વાયરસની સામે લડવા માટે સંસાધનો ક્યાંથી એકત્ર કરવા ? પરંતુ "જ્યાં હોય ત્યાં રાહ હોય"ની કહેવતને સાર્થક કરતી આ દેશની દીકરીઓ મેદાનમાં ઉતરી છે. જે કોરોનાવાયરસના ઈલાજ માટે જરૂરી સામાનના રૂપમાં ઉપયોગ થનાર વેન્ટિલેટરને બનાવવા માટે દીકરીઓ ગાડીના હાર્ડવેર મટીરીયલનો ઉપયોગ કરી રહી છે. આ દીકરીઓના ગ્રુપને રોબોટિક ગર્લ્સ ગેંગના નામથી ઓળખવામાં આવી રહ્યું છે.


વાત જાણે એમ છે કે કોરોનાવાયસે શરીરમાં હુમલો કર્યા બાદ જે દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેના માટે વેન્ટિલેટરની જરૂરિયાત પડે છે. દર્દીને કૃત્રિમ શ્વાસ લેવાની જરૂરિયાત પડતી હોય છે ,કોઈપણ વિકસિત દેશમાં વેન્ટિલેટર નિશ્ચિત માત્રા હોઈ શકે છે, કારણ કે બજારમાં એક વેન્ટિલેટરની કિંમત લગભગ 22 થી 37 લાખ સુધીની હોય છે. પરંતુ અફઘાનિસ્તાનની આ દીકરીઓ કાર અને મોટર બાઈકના ચેન ડ્રાઈવ થી વેન્ટિલેટર તૈયાર કરી રહી છે જેનાથી માત્ર 45 હજાર રૂપિયામાં આવે તો તૈયાર થઈ શકે છે.


અફઘાનિસ્તાનની વસ્તી લગભગ ચાર કરોડની આસપાસ છે. આટલી મોટી આબાદી વચ્ચે વેન્ટિલેટર માત્ર 400 વેન્ટિલેટર ધરાવે છે .એવામાં આ વેન્ટિલેટરનું મહત્વ ખૂબ જ વધી જાય છે. રોબોટિક્સ ગર્લ ગેંગના બનાવેલા આ વેન્ટિલેટર રહી પર ટ્રાયલ પણ થઇ ચૂક્યું છે. જેમાં તેને સફળતા મળી રહી છે. વેન્ટિલેટર બનાવવા વાળી આ ગેંગ પહેલા પણ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં પુરસ્કાર જીતી ચૂકી છે. આ છોકરીઓનો ઉદ્દેશ્ય આ રીતે વેન્ટિલેટરને બજારમાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી અને મેના અંત સુધીમાં બજારમાં મૂકવાનો છે.

 

હોન્ડા અને ટોયોટા જેવી કંપનીઓ મોટરપાર્ટસનો  ઉપયોગ આ વેન્ટિલેટર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. જેમાં ટોયોટા કોરોલા બ્રાન્ડની મોટર અને હોન્ડા મોટર સાયકલની ચેન ડ્રાઇવનો ઉપયોગ વગર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વેન્ટિલેટર દર્દીઓને શ્વાસ લેવા માટે તકલીફ થવા પર તુરંત જ રાહત પહોંચાડવામાં મદદ કરશે.


એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનમાં કોરોનાવાયરસના અત્યાર સુધીમાં 7650 કેસ સામે આવ્યા છે ત્યારે 178 લોકોના મોત થઇ ચૂક્યા છે, તેનું મુખ્ય કારણ અહીંની નબળી ચિકિત્સા વ્યવસ્થા છે. અહીં દેશમાં હજુ સુધી સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, કારણ કે પાડોશી દેશ ઈરાન કોરોનાની ઝપેટમાં આવી ગયું છે ત્યાં ઝડપથી કેસ વધી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS