અમિતાભ બચ્ચનના ગુસ્સાના કારણે ખુલી હતી રેખા સાથેના તેમના સંબંધોની પોલ

  • June 15, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભ બચ્ચન અને રેખાની વચ્ચેની નિકટતાની ચર્ચાઓ આજે પણ બોલિવૂડમાં થાય છે. આ એવું કપલ છે જેના વિશે બધું જ જાણવાની ફેન્સને પણ આતુરતા રહે છે. અમિતાભ બચ્ચન અને રેખાના અફેરને છતી કરતી અનેક ઘટનાઓ બની છે. જો કે આ અફેર જગજાહેર થયું તે પહેલા વર્ષો સુધી કોઈને કાનોકાન ખબર પણ પડી ન હતી. 

 

અમિતાભ બચ્ચન અને રેખા એકબીજાની નજીક ફિલ્મ 'દો અંજાને' ના સેટથી આવ્યા હતા. પરણિત હોવા છતા બિગ બી રેખાના પ્રેમમાં પાગલ હતા. રેખા પણ તેની સાંજનો સમય બિગ બી સાથે જ ગાળતી હતી. એવું કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી અમિતાભ અને રેખાનું અફેર રહસ્ય રહ્યું હતું. આ વાત ફક્ત નજીકના લોકોને ખબર હતી અને તે સિવાય કોઈને પણ તેમના અફેરની જાણકારી નહોતી. 

 

આ અફેર જગજાહેર થયું ફિલ્મ 'ગંગા કી સૌગંધ'ના શૂટિંગ દરમિયાન. આ સમયે એવું કંઇક બન્યું હતું જેણે અમિતાભ અને રેખા વચ્ચેના સંબંધોને ઉજાગર કર્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મના આખા યુનિટની સાથે અમિતાભ અને રેખા પણ રાજસ્થાન હતા, જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે શૂટિંગ સ્થળ પર એક મોટી ભીડ એકઠી થઈ ગઈ. આ ટોળામાંથી એક વ્યક્તિએ રેખા પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. 

 


ત્યારબાદ આ વ્યક્તિએ રેખા સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું, એવું કહેવામાં આવે છે કે વારંવાર સમજાવ્યા પછી પણ જ્યારે તે વ્યક્તિ સમજ્યો નહીં તો બિગ બી ગુસ્સે થઈ ગયા. અમિતાભ બચ્ચન શૂટિંગ પડતું મુકી બહાર આવ્યા અને આ વ્યક્તિને જોરદાર રીતે માર માર્યો. આ ઘટના જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. અમિતાભે એક વ્યક્તિને રેખા માટે માર્યાની વાતો જંગલમાં આગની જેમ ફેલાઈ દુનિયાભરમાં ફેલાઈ ગઈ અને ચર્ચા શરુ થઈ કે રેખા અને અમિતાભ વચ્ચે કંઈક તો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS