મફત વેક્સીનની જાહેરાત માત્ર વોટબેન્કને આકર્ષવાનો છે: પૂર્વ સીઈસી કુરૈશી

  • October 28, 2020 02:14 AM 733 views

કોરોના મહામારી વચ્ચે દેશમાં બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે. એવામાં પૂર્વ સીઇસી વાય એસ કુરૈશીએ ફ્રી કોરોના વેક્સીનની જાહેરાતને લોકોને વોટબેન્ક માટે લલચાવવાનો મુદ્દો ગણાવ્યો છે.


તેમનું માનવુ છે કે, ફ્રી કોરોના વેક્સીનના વચનને ચૂંટણી પ્રચારમાં સ્થાન આપવું એ કાયદાકીય રીતે યોગ્ય ઠેરવી શકાય, પરંતુ આ પ્રકારની જાહેરાત નૈતિકતાનો સવાલ ઉભો કરે છે જે આવા વચનની મંજૂરી આપતું નથી. આ નિવેદન પાછળ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં દૂર-દૂર સુધી કોરોના વેક્સીનની કોઇ સંભાવના દેખાતી નથી. આથી, આ ફ્રી કોરોના વેક્સીનની જાહેરાતનો હેતુ વોટર્સને લલચાવવાનો જ છે. તેમના મતે આ જાહેરાત માટે કાયદાકીય વાંધો ન ઉઠાવી શકાય.


તેમણે એમ પણ કહ્યુ કે રાજકીય દળો મેનિફેસ્ટોમાં કંઇપણ વચન આપી દે છે અને નિભાવતા નછી. એનો ઇલાજ મતદાતાઓ જ કરી શકે છે. મતદાતાઓ અને મીડિયાએ આ મુદ્દો યાદ રાખવો જોઇએ કે રાજકીય દળે કયા વાયદા આપ્યા હતા. જોકે મેનિફેસ્ટોમાં વાયદાઓ પર લગામ લગાવી ન શકાય અને તે યોગ્ય પણ નથી. આ મુદ્દે સુધારાને લઇને રાજકીય દળો અને ચૂંટણી પંચે વ્યાપસ વિચારણા કરવી જોઇએ.


કોરોના કાળમાં યોજાઇ રહેલી ચૂંટણી અને દિશા-નિર્દેશોના ઉલ્લંઘન પર તેમનુ કહેવુ હતું કે દરેક નેતાએ આવી સ્થિતિમાં ઉદાહરણ પુરુ પાડવું જોઇએ. જો નેતાઓ જ આવા સમયે નિયમો ભંગ કરી રહ્યા છે તો એ ચિંતાનો વિષય છે. આ મુદ્દે વડાપ્રધાન મોદી પણ લોકોને સતત અપીલ કરી રહ્યા છે કે, તહેવારોના સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનુ પાલન કરવું જરુરી છે. આ મુદ્દે તેમનુ કહેવુ હતું તે ચૂંટણી પંચે પણ દિશા-નિર્દેશોને કડક રીતે લાગૂ કરવા જોઇએ, જેથી તેનું પાલન થાય. નહીં તો મોટુ નુકસાન થવાની આશંકા રહેલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application