શું તમે જાણો છો દૂધ પીવાના લાભ ઉપરાંત ગેરલાભ પણ હોય છે.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે 'વર્લ્ડ મિલ્ક ડે' એટલે કે વિશ્વ દૂધ દિવસ છે, લોકોને દૂધ પીવાના ફાયદાઓ વિશે જાણ કરવા માટે દર વર્ષે 1જૂનના રોજ  આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2001માં પ્રથમ વખત તેની ઉજવણી કરવામાં આવી હતી, જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે દૂધના ઘણા બધા લાભ સાથે કેટલાક ગેરલાભ પણ રહેલા છે.

 

દૂધ પીવાથી થતા લાભ

 

1. આપણા દાંત અને હાડકા મજબુત બનાવવા માટે કેલ્શિયમની જરૂરિયાત પડે છે, ત્યારે રોજ દૂધ પીવાથી આપણા દાંત અને હાડકા મજબુત બને છે, તેમજ દૂધમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે તેના કારણે તેને રોજ ખોરાકમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

 

2. દૂધ પીવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે, તે પાચન માટે ખુબ જ ફાયદાકારક છે,જેના કારણે ગરમ દૂધ દવાની જેમ પીવામાં આવે છે. બાળકોને દરરોજ દૂધ પીવડાવવું જોઈએ.

 

3. શું તમે જાણો છો કે દૂધ પીવાથી આપણા શરીર હાઇડ્રેટેડ બને છે. વર્કઆઉટ કર્યા બાદ દૂધ પીવાથી શરીરને પોષણ મળે છે. નિષ્ણાતો જણાવે છે કે દૂધ પીવાથી લોકોના તણાવમાં ઘટાડો થાય છે.

 

દૂધ પીવાના ગેરલાભ

 

1.દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે, જેના કારણે મેદસ્વિતા અને અન્ય હૃદય સંબંધી રોગ થઈ શકે છે, દૂધમાં ફેટની માત્રા બહુ વધારે હોવાના કારણે આ સમસ્યા થતી હોય છે. જ્યારે દૂધ પીવાથી ઘણા લોકોને ગેસની સમસ્યામાં પણ વધારો થતો હોય છે.

 

2.ઘણીવાર દૂધનું સેવન કરવાથી ત્વચા પર ખીલ અને ફોડલીઓ થાય છે, વિશેષજ્ઞો જણાવે છે કે દૂધમાં કોમ્પ્લેક્સ ફેટની માત્રા વધારે હોવાના કારણે ઘણા લોકોના શરીર તેને યોગ્ય રીતે પચાવી શકતા નથી, જેના કારણે તેના ચહેરા પર ખીલ અને ફોડલીઓની ઉપસી આવતા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS