કોરોનાની ત્રીજી લહેરને લઈને 8 મહાનગરપાલિકામાં આગોતરા આયોજન શરૂ

  • May 14, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાજની વાડી અને જાહેર હોલમાં ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલો શરૂ કરાશે: મહાનગરપાલિકામાં વિવિધ કમિટીઓ રચી  અને કામગીરી શરૂ કરવા સૂચનાગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાની  ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના ની બીજી લહેર માં વધેલા દર્દીઓની સંખ્યા તેમજ ઉપલબ્ધ હોસ્પિટલ અને બેડ એની સાથોસાથ ઓક્સિજનની કિલલતને ધ્યાનમાં રાખીને આવનારા નવી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે .બીજી લહેર માં વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.જેનુ પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે.

 


રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અચાનક આવેલા કેસોના ઉછાળાને કારણે વહીવટીતંત્રને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો સામાન્ય પ્રજાને પણ એટલી જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

 


 રાજ્યની 8 મહાનગર પાલિકા વિસ્તારમાં વસ્તી અને વિસ્તાર પ્રમાણે ઝોનની રચના કરી ઝોનમાં આવેલા કોમ્યુનિટી હોલ ,બેન્ક્વેટ હોલ ,સામાજિક સંસ્થાઓ ના બિલ્ડીંગ ને ઓળખી કાઢવા તેમજ આવા બિલ્ડિંગોમાં કામચલાઉ હોસ્પિટલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં ઓક્સિજન સાથે ના બેડ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આવી કામ ચલાવ હોસ્પિટલો મુખ્ય હોસ્પિટલની નજીક રાખવાનું જણાવવામાં આવ્યું છે જો દર્દીની તબિયત વધુ બગડે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરી શકાય.

 


આ ઉપરાંત રાજ્યની 8 મેડિકલ કોલેજમાં તાત્કાલિક ના ધોરણે 2000 નર્સિંગ સ્ટાફ, મેનપાવર ડોક્ટર ,પેરામેડિકલ સ્ટાફ અને લેબ ટેકનિશિયન ની તાત્કાલિક ના ધોરણે નિમણૂક આપી ને સ્ટાફની ઘટ પુરવામા આવશે

 


. 8 મહાનગરપાલિકા વિસ્તારે આ માટે કમિટીઓની રચના કરવા માટે ની સૂચના રાજ્ય સરકાર તરફથી  આપી દેવામાં આવી છે.આ કમિટીઓમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હેલ્થ ઓફિસર, સિટી એન્જિનિયર ,ટીડીઓ, ટેક્સ કલેકટર ,આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર, ઈલેક્ટ્રીક સ્ટેશન ઓફિસર ,ફાયર અને ક્ધસલ્ટન્ટ ને નિમવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS