થ્રી ડાયમેન્શિયલ 'હાલો ઓર્બિટ'માં પ્રવેશવું ખૂબ જ પડકારજનક, આ પ્રયાસ કરનારું ઈસરો પ્રથમ : આદિત્ય એલ૧ અંતરિક્ષમાં ગયાના ૧૨૭માં દિવસે ઇસરોની ખરી પરીક્ષા
સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન આદિત્ય એલ૧, તેના ડેસ્ટીનેશનની નજીક પહોંચી રહ્યું છે અને ૬ જાન્યુઆરીની સાંજે તેને અંતિમ ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કરવામાં આવશે. ૨ સપ્ટેમ્બરે લોન્ચ થયેલુ અવકાશયાન, લેગ્રેન્જ પોઈન્ટ ૧ની ફરતે આવેલી 'હાલો ઓર્બિટ'માં પ્રવેશ કરશે, જે સન-અર્થ સિસ્ટમના પાંચ ઓર્બિટ માંથી એક છે, જ્યાં બે શરીરની ગુરુત્વાકર્ષણ અસરો લગભગ એકબીજાને સંતુલિત કરે છે.
આ ઓર્બિટ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય માટે પ્રમાણમાં સ્થિર છે, અને સૂર્યને જોવા માટે અવકાશયાન માટે કંઈક અંશે સ્થિર સ્થાન આપે છે. એલ૧ બિંદુ પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર છે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના માત્ર ૧% છે. ઇસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આદિત્ય એલ૧ પહેલેથી જ એલ૧ પોઇન્ટ પર પહોંચી ગયું છે અને હવેની પ્રક્રિયામાં (૬ જાન્યુઆરીએ) તેને અંતિમ ઓર્બિટમાં મુકવામાં આવશે. જો કે, ઓર્બિટમાં પ્રવેશ્યા વગર પણ અવકાશયાન સૂર્ય તરફ મુસાફરી કરવાનું ચાલુ રાખશે. એલ૧ અન્ય લેગ્રેન્જ પોઈન્ટની જેમ, પ્રમાણમાં સ્થિર સ્થિતિ છે, તે સ્થાન પર અવકાશયાનને એકધારી રીતે સ્થિર રાખવું મુશ્કેલ છે. આ બિંદુની પાસે રહેલી ભ્રમણકક્ષામાં પ્રવેશવું વધુ સારું છે, જેને 'હાલો ઓર્બિટ' કહેવાય છે. આ થ્રી ડાયમેન્શિયલ ઓર્બીટમાં જવાથી અવકાશયાનને સૂર્યને વિવિધ ખૂણાઓથી જોવાની તક પણ મળે છે.”
સમગ્ર વિશ્વમાં આ મિશનને ઉત્સુકતાથી જોવામાં આવી રહ્યું છે કારણ કે તેના સાત પેલોડ્સ સોલાર મુવમેન્ટસનો બહોળો અભ્યાસ કરવા માટે સચોટ માહિતી પૂરી પાડશે. પેલોડ્સ મલ્ટીપલ વેવલેન્થ પર સૂર્યનો અભ્યાસ કરી શકે છે, તેઓ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોત્સર્ગ, કણો અને ચુંબકીય ક્ષેત્રોનો અભ્યાસ કરી શકે છે અને આ ઘટનાઓને જુદી જુદી દિશામાં જોઈ શકે છે. અવકાશયાનમાં કોરોનોગ્રાફ પણ છે જે વૈજ્ઞાનિકોને સૂર્યની સપાટીની ખૂબ નજીક જોવાની મંજૂરી આપશે અને હાલમાં એલ૧ સ્થિતિમાં સ્થિત એકમાત્ર અન્ય ઉપગ્રહ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર એન્ડ હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી મિશન [સોહો]ના ડેટાને પૂરક બનાવશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર આર રમેશે જણાવ્યું હતું કે “કોરોનામાંથી આવતા ઝાંખા પ્રકાશનો અભ્યાસ કરવા માટે, આપણે ફોટોસ્ફિયર અથવા સૂર્યની સપાટી પરથી આવતા તેજસ્વી પ્રકાશને કૃત્રિમ રીતે અવરોધિત કરવાની જરૂર છે. આમ કરવામાં મુશ્કેલી એ છે કે આપણે માત્ર ફોટોસ્ફીયરને જ બ્લોક કરી શકતા નથી, ઓક્યુલ્ટીંગ ડિસ્કનું કદ સામાન્ય રીતે ફોટોસ્ફીયર કરતા મોટું હોય છે. જો આપણે ફોટોસ્ફિયરનું કદ ૧ એકમ ધારીએ, તો અગાઉના મિશન માટે ઓક્યુલ્ટીંગ ડિસ્ક ૨ એકમોની છે. આદિત્ય એલ૧ મિશન સાથે, અમે ફોટોસ્ફીયર કરતા માત્ર ૧.૦૫ ગણી નાની ઓક્યુલ્ટીંગ ડિસ્ક વડે કોરોનાને શક્ય તેટલી નજીક જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આદિત્ય એલ૧માં છે સાત સાઈન્ટીફિક પેલોડ્સ
૩ જાન્યુઆરીના રોજ આદિત્ય એલ૧એ અંતરિક્ષમાં ૧૨૪ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. ૧૮ સપ્ટેમ્બરથી, તેની મુસાફરીના માત્ર ૧૬ દિવસ પછી, આદિત્યએ ડેટા એકત્રિત કરવાનું અને સૂર્યની ઇમેજિંગ કરવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં સૌર જ્વાળાઓના હાઈ-એનર્જી એક્સ-રે અને સોલાર ડિસ્કની તસ્વીરોની પ્રથમ ઝલક મેળવી છે. આદિત્ય પાસે સાત સાઈન્ટીફિક પેલોડ્સ છે જેમાંથી વિઝિબલ એમિશન લાઇન કોરોનોગ્રાફ, સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર, હાઇ-એનર્જી એલ૧ ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આદિત્ય એલ૧માં સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ, પ્લાઝમા એનાલાઈઝર પેકેજ અને એડવાન્સ્ડ ટ્રાઈ-એક્સિયલ હાઈ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર્સ જેવા અન્ય ટ્રાયેકસીયલ માપવાના સાધનો છે.
પ્રથમ પ્રયાસમાં ચૂક થાય, તો અનેક સુધારાઓ અને થ્રસ્ટર ફાયરિંગની જરૂર પડશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુના ડિરેક્ટર, અન્નપૂર્ણિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “આદિત્ય એલ૧ એલ૧ પોઈન્ટની આસપાસ હાલો ઓર્બીટ બનાવશે. જેમ જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરશે તેમ તેમ એલ૧ બિંદુ અને હાલો ઓર્બીટ પણ કરશે, આ ઓર્બીટમાં પ્રવેશવું ખૂબ જ પડકારજનક છે, અને ઈસરો પ્રથમ છે કે જે આ પ્રયાસ કરી રહ્યું છે.” આદિત્ય એલ૧ મિશનની સ્પેસ વેધર એન્ડ મોનિટરિંગ કમિટીના સોલર ફિઝિસીસ્ટ અને ચેરમેન, દિબયેન્દુ નંદીએ જણાવ્યું હતું કે, “આ પ્રકિયા જટિલ છે. તેમાં અવકાશયાનની ગતિ અને માર્ગ બદલવા માટે થ્રસ્ટર્સ ફાયરિંગનો સમાવેશ થાય છે. જો પ્રથમ પ્રયાસમાં ચૂક થાય, તો અનેક સુધારાઓ અને થ્રસ્ટર ફાયરિંગની જરૂર પડશે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech