શા માટે હારેલા ટેસ્ટ મેચને ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો વિરાટ કોહલીએ, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ અપલોડ કરી અને લખ્યું છે કે 2014ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાનમાં રમાયેલી ટેસ્ટ ભારતીય ટીમને એક નવા મુકામ પર લાવી હતી. આ આ વખતે ભારતીય ટીમે ન માત્ર જુસ્સા સાથે લડવાનું શીખવ્યું હતું, પરંતુ મજબૂતીથી સામનો કરીને પણ બતાવ્યો હતો.

 


કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેને ડિલીટ ના પ્રવાસ વખતે દર્શકોનું અભિવાદન કર્યું હોય તે નજરે પડી રહ્યું છે, અને આ તસવીરોની સાથે તેણે લખ્યું છે કે ટેસ્ટ ટીમના રૂપમાં અમારી યાત્રા ખૂબ જ વિશેષ અને મહત્ત્વપૂર્ણ રહી હતી.

 


2014માં એડિલેડના મેદાન પર બંને તરફથી ભાવનાસભર રમત રમવામાં આવી હતી. લોકોને જોવા માટે આ એક રોમાંચક મેચ હતો. જોકે ફિનિશિંગ લાઇન અમે પાર કરી શક્યા ન હતા. પરંતુ અમને શીખવા મળ્યું હતું કે મારું મગજ દોડાવીએ તો કંઈ પણ કરવું એ શક્ય છે. અમે તમામ તેના માટે પ્રતિબદ્ધતા અને શરૂઆતમાં મુશ્કેલી લાગી રહી હતી પરંતુ આગળ જતાં બધું સરળ થઈ ગયું હતું. આ ટેસ્ટ ક્રિકેટની અમારી યાત્રાનો મહત્વપૂર્ણ મેચ હતો.

 

 

ઉલ્લેખનીય છે કે એડિલેડમાં રમાયેલા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી અને 517 રન કર્યા હતા અને સાત વિકેટ ગુમાવી હતી. જેના જવાબમાં મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દાવમાં વિરાટ કોહલીએ કરેલી સેન્ચુરીની મદદથી 444 રન કર્યા હતા. તેમજ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 290 રન બનાવ્યા હતા, અને ટીમ ઈન્ડિયાને 364 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ તરફથી કોહલી 141 મુરલી વિજયે 99 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયા આ મેચ 48 રનથી હારી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોનને મેન ઓફ ધ મેચ નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS