રોજ પીવાતી ચામાં ઉમેરો આ વસ્તુ અને ચાને બનાવો ઈમ્યુનિટી બૂસ્ટર

  • April 30, 2021 08:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાથી બચવા લોકો ઘરેલું ઉપાયની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મુકી રહ્યા છે.  કેટલીક કુદરતી વસ્તુઓ એવી છે કે જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની શકે છે. રોગપ્રતિકારક શક્તિ શરીરનું ઘણા પ્રકારના ચેપ, ફલૂ અને વાયરસથી રક્ષણ કરે છે. આવો જ એક ઘરગથ્થુ ઉપાય છે ચા સાથે જોડાયેલો. દરરોજ આપણે જે ચા પીતા હોય તેમાં માત્ર બે વસ્તુ ઉમેરી દેવાથી ચા ઇમ્યુનિટી બૂસ્ટર બની જાય છે.   

 

 

ચામાં મુલેઠીનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રોગો સામે લડવા માટે થાય છે. મૂલેઠી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.  જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે પણ થાય છે. તે શરદી અને કફ જેવી સમસ્યાઓ દૂર કરે છે.  

 

 

રોજની ચામાં લવિંગનો ઉપયોગ કરવાથી પણ લાભ થાય છે. લવિંગ પણ શરીરમાં રોગપ્રતિરક્ષા ક્ષમતા વધારે છે. આ વસ્તુ ચામાં ઉમેરીને પીવાથી ચા ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે તમે પી શકો છો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS