અભિનેત્રી યામી ગૌતમે ઉરી ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર સાથે કર્યા લગ્ન

  • June 05, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદી ફિલ્મ અભિનેત્રી યામી ગૌતમે લગ્ન કરી લીધા છે. યામીએ તેના લગ્નની વાતને જાહેર થવા દીધી ન હતી. લગ્ન બાદ તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી અને તેના ફેન્સને આ ખુશખબર આપ્યા હતા. 

 

ઉરી, વિક્કી ડોનર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી યામીએ ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. શુક્રવારે બંનેએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં લગ્ન કર્યા હતા. યામીના ઘર ખાતે લગ્ન ખુબ સાદગીથી અને 18 લોકોની હાજરીમાં સંપન્ન થયા હતા. લગ્ન બાદ યામી અને આદિત્યએ તેની તસવીરો શેર કરી હતી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yami Gautam (@yamigautam)


 

બંનેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ મળી રહી છે. કોરોનાના સંક્રમણના કારણે યામી અને ગૌતમે ખુબ જ સાદગીથી લગ્ન સંપન્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન માત્ર 18 લોકોની હાજરીમાં થયા હતા. જેમાં વર પક્ષ તરફથી માત્ર 5 લોકો જ જોડાયા હતા. 

 

 

જણાવી દઈએ કે યામી ગૌતમ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાની રહેવાસી છે. ગોહરમાં તેનું પોતાનું ઘર છે જ્યાં તેણે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 2018માં થયેલી ઈનવેસ્ટર્સ મીટમાં યામીને રાજ્ય સરકારે બ્રાંડ એમ્બેસેડર બનાવી હતી. આ મીટમાં પીએમ મોદી પણ જોડાયા હતા. 38 વર્ષીય યામી સાથે લગ્ન કરનાર નિર્દેશક આદિત્ય ધરએ જ ઉરી ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. બંનેએ તેમના લગ્ન અંગે કોઈ વાત જાહેર થવા દીધી ન હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS