મેડિકલ સ્ટોર પર કોન્ડોમ વેંચશે અભિનેત્રી નુરસત ભરુચા

  • May 21, 2021 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્યાર કા પંચનામા ફેમ બોલિવૂડની અભિનેત્રી નુસરત ભરૂચા હટકે પાત્રોને શાનદાર રીતે ભજવનાર અભિનેત્રીઓમાંથી એક છે. તેવામાં હવે તે ફિલ્મ 'જન હીતમે જારી' માટે ચર્ચામાં છે. તે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે. આ વખતે નુસરત ફરી એકવાર અલગ જ અંદાજમાં જોવા મળશે.  

 

 

તેની આગામી ફિલ્મ 'જનહિત મેં જારી' વિશે વાત કરતાં અભિનેત્રી નુસરત ભરૂચાએ જણાવ્યું હતું કે તે એક કોમેડી ફિલ્મ હશે. જેમાં તે કોન્ડોમ વેચતી જોવા મળી રહી છે.  આ ફિલ્મમાં નુસરત કોન્ડોમ સેલ્સ એક્ઝિક્યુટિવની ભૂમિકા નિભાવશે. 

 

 

ફિલ્મની વાર્તા એક નાના શહેરની યુવતી પર આધારિત છે. જે શિક્ષિત છે અને નોકરીની શોધમાં છે. તેને કોન્ડોમ બનાવતી કંપનીમાં 'સેલ્સ એન્ડ પ્રમોશન એક્ઝિક્યુટિવ' ની નોકરી મળે છે. ફિલ્મની વાર્તા અહીંથી જ શરૂ થાય છે. જે બતાવે છે કે કેવી રીતે આ નોકરીથી તેનો સંઘર્ષ શરૂ થાય છે.

 


જનહિત મેં જારી ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરી રહ્યા છે. નુસરત સાથે તેની આ બીજી ફિલ્મ છે. નુસરતને લઈ શાંડિલ્યએ ડ્રીમ ગર્લ બનાવી હતી. જેને પણ લોકોએ પસંદ કરી હતી. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS