દિવ્યા ભારતી જેવી અભિનેત્રી બનવા આવેલી આ હીરોઈનની થઈ હતી હત્યા, દોઢ વર્ષે મળ્યું હતું હાડપિંજર

  • May 19, 2021 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી અને સફળ થવા અનેક યુવક, યુવતીઓ સપના જુએ છે. આવા સપના લઈ તેઓ મુંબઈ પણ આવે છે. પરંતુ તે જાણતા નથી કે તેના સપના પુરા થશે કે અધૂરા રહેશે. ઘણાની કિસમત રાતોરાત ચમકી જાય છે જ્યારે કેટલાકની તો હત્યા થઈ જાય છે. જી હાં ઈડસ્ટ્રીમાં આમ તો ઘણા વિવાદ વર્તમાન સમયમાં ચાલે છે પરંતુ એક અભિનેત્રી છે જેની વાતથી મોટાભાગના લોકો અજાણ છે. 

 

 

આ અભિનેત્રીની હત્યાથી બધાને આશ્ચર્ય થયું હતું. આ અભિનેત્રી હતી લૈલા ખાન. દિવ્યા ભારતી જેવી લોકપ્રિય અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોઈ ઇન્ડસ્ટ્રીમાં આવેલી લૈલા ખાનની હત્યા કરવામાં આવી હતી અને દોઢ વર્ષ બાદ તેનું હાડપિંજર પોલીસને મળી આવ્યું હતું. જો કે માત્ર લૈલાની જ નહીં પરંતુ તેના સંપૂર્ણ પરિવારની હત્યા કરવામાં આવી હતી.  

 

 

લૈલાએ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે રોમાંસ કર્યો હતો. જો કે આ ફિલ્મ સારી ચાલી નહીં પરંતુ તેની બોલ્ડનેસના કારણે તે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તેને કોઈ સારી ફિલ્મ મળી નહીં અને તે બોલિવૂડમાં બી અને સી ગ્રેડની ફિલ્મો કરવા લાગી. 

 

 

સાત ફેબ્રુઆરી 2011ના રોજ લૈલા તેના ભાઈ અને બહેન સાથે મુંબઈના ઈંગતપુરીમાં આવેલા ફાર્મ હાઉસ ખાતે પાર્ટી કરવા ગઈ ગતી. આ પાર્ટીમાં લૈલાની માતા અને તેના પતિ પરવેઝ વચ્ચે કોઈ વાત પર બોલાચાલી થઈ. ત્યારબાદ પરવેઝએ તેના પર લોઢાના સળીયાથી હુમલો કરી દીધો.  તેનું મોત ઘટનાસ્થળે જ થઈ ગયું. માતાનો બચાવ કરવા ગયેલા ભાઈ અને બહેનને પણ પરવેઝે મારી નાખ્યા જેમાં લૈલા ખાનનું મોત થયું. ફાર્મ હાઉસ પર પરવેઝે 6 લોકોને મારી નાખ્યા અને ત્યાં જ દફન કરી દીધા. 

 

 

આખો પરીવાર ગાયબ થયા બાદ લૈલાના પતિ નાદિર પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી પરંતુ કોઈ સફળતા મળી નહીં. ત્યારબાદ દોઢ વર્ષે પરવેઝની જાણકારી જમ્મૂ પોલીસને મળે છે અને તેની પુછપરછમાં સામે આવે છે કે તેણે આખા પરીવારને મારી નાખી અને દફન કરી દીધા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS