રેવ પાર્ટીમાંથી ઝડપાઈ આ અભિનેત્રી, ડ્ર્ગ્સના નશાની હાલતમાં ઝડપાઈ સાઉથ અને મરાઠી અભિનેત્રીઓ અને કોરિયોગ્રાફર 

  • June 28, 2021 12:10 PM 

મુંબઈમાં ડ્રગ્સ કનેકશનનો ભાંડો વધુ એકવાર ફુટ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે નાસિકના ઈગતપુરી શહેરમાં ચાલતી એક પાર્ટી પર દરોડો કરતાં ત્યાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન જે 22 લોકોની ધરપકડ કરી તેમાંથી એક રિયાલિટી શો બિગ હોસની સ્પર્ધક અને મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રી હિના પાંચાલ પણ છે. 

 

પોલીસે બાતમીના આધારે પાર્ટીમાં દરોડો કર્યો હતો. જેમાંથી પોલીસને કેમેરા, ટ્રાયપોડ, કોકેઈન, હુક્કા સહિત ડ્રગ્સ અને રોકડ રકમ મળી આવ્યા હતા. પાર્ટીનું આયોજન એક ખાનગી બંગલામાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટી એક વ્યક્તિના જન્મદિવસની હતી. જેમાં મુંબઈના ઘણા લોકો જોડાયા હતા. 

 

પોલીસે હિના પાંચાલ સિવાય એક વિદેશી મહિલા, મરાઠી અને સાઉથની ફિલ્મોમાં કામ કરનાર અન્ય 5 અભિનેત્રી અને 2 મહિલા કોરિયોગ્રાફર સહિત 22 લોકોની ધરપકડ કરી છે. હિના મરાઠી સાથે હિંદી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. 

 

પોલીસના જણાવ્યાનુસાર આ રેવ પાર્ટી સ્કાઈ તાજ અને સ્કાઈ લગૂનમાં ચાલી રહી હતી. દરોડા દરમિયાન ઘણા લોકો ડ્રગ્સ લેતા અને હુક્કા પીતા ઝડપાયા હતા. આ તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021