અભિનેત્રી અનીતા હસનંદાનીએ એક્ટિંગને કહી દીધું આવજો...

  • June 12, 2021 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવીની જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાનીએ અભિનયને અલવિદા કહી દીધું છે. તેણે પહેલા જ નક્કી કરી લીધું હતું કે માતા બન્યા બાદ તે અભિનય છોડી દેશે. અનિતાએ સ્પષ્ટતા કરી છે કે મહામારીના કારણે તેણે આ નિર્ણય લીધો નથી. તેણે કહ્યું હતું કે તે તેના બાળક સાથે ઘરે જ રહેવા માંગે છે અને સંપૂર્ણ રીતે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. અનિતા અને રોહિત રેડ્ડી 9 ફેબ્રુઆરીએ માતાપિતા બન્યા હતા.


 

એક ઇન્ટરવ્યુમાં અનિતાએ કહ્યું કે, "મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું જ્યારે માતા બનીશ ત્યારે હું આ એક્ટિંગ છોડી દઈશ. હું મારો તમામ સમય મારા બાળકને આપવા માંગુ છું. આ નિર્ણય મહામારીના કારણે નથી. જો આ રોગચાળો ન હોત તો પણ હું માતા બન્યા પછી એક્ટિંગને વિદાય આપી ચુકી હોત. હવે હું મારા બાળક સાથે ઘરે રહેવા માંગુ છું."

 

જો કે અભિનેત્રી હાલ કેટલીક બ્રાન્ડ્સ સાથે કરારથી જોડાયેલી છે તેના માટે તે કામ કરે છે. પરંતુ જાણવા મળ્યું છે કે તે ઘરે જ શૂટિંગ કરે છે. જે તેના બાળક માટે સેફ છે. જણાવી દઈએ કે 39 વર્ષીય અનિતા અને રોહિત રેડ્ડીએ 2013 માં ગોવામાં લગ્ન કર્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં દંપતીએ તેમના પુત્ર આરવનું સ્વાગત કર્યું. તે હંમેશાં સોશ્યલ મીડિયા પર તેમના પુત્રની સુંદર તસવીરો અને વીડિયો શેર કરે છે.

 

અનીતા લોકપ્રિય સીરીયલ 'યે હૈ મોહબ્બતે'માં જોવા મળી હતી. તેના પાત્રને લોકોએ પસંદ કર્યું હતું. આ સિવાય તે છેલ્લે નાગીન 4 માં જોવા મળી હતી.અનીતા ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે જેમાં 'કુછ તો હૈ' અને 'યે દિલ', કોઈ આપ સાનો સમાવેશ થાય છે. આ સિવાય અનિતા કભી સૌતન કભી સહેલી, કાવ્યાંજલિમાં પણ જોવા મળી હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS