અભિનેતા સોનૂ સૂદે 1 લાખ નોકરીઓની કરી જાહેરાત

  • March 18, 2021 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. તેણે કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર હોય કે પછી વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ માટે મોબાઇલની જરૂર હોય. આ તમામની મદદ સોનૂ સૂદે કરી હતી. હવે સોનૂ સૂદે જે પગલાં ઉઠાવ્યાં છે. તેનાંથી એક બે નહીં પણ 10 કરોડ લોકોને મદદ મળશે.

 

 

સોનૂ સૂદે તેનાં ટ્વિટર પર આ અંગે જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે દેશનાં 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેનાં દરેક તરફ વખાણ થઇ રહ્યાં છે. સોનૂ સૂદે તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'નવું વર્ષ, નવી આશા. નવી નોકરીની તક અને તે તકને આપની નજીક લાવતા, નવાં અમે.. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી ઉત્તમ કાલની આશા કરો.' આ સાથે જ સોનૂ સૂદે આ એપને ડાઉનલોડ કરવા માટે તેની એક લિંક પણ શેર કરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS