કોરોનાની વચ્ચે રણદીપ હુડ્ડાએ સમુદ્ર તટની સફાઈ કરી, આટલા ટન કચરો કાઢ્યો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સારા અભિનેતાની ગણના થાય છે તેવા રણદીપ હુડ્ડાએ ફિલ્મમાં તો પોતાના અભિનય દ્વારા સારૂ પ્રદર્શન કર્યું છે, સાથોસાથ તેઓ સામાજીક સેવા માટે પણ ઓળખાય છે. એક બાજુ લોકો જાનવરોના અધિકારો માટે ખુલીને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજી તરફ પર્યાવરણની સમસ્યા પણ ખૂબ જ ગંભીર છે ત્યારે રણદીપે એવું કામ કર્યું છે તેના કારણે તેના ચાહકો તેને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે.

 

કોરોનાવાયરસ જેવી ગંભીર મહામારીની વચ્ચે રણદિપ હુડા અને મુંબઈના વર્સોવા બીચ પર જઈ અને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. તેને આંગણે વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં મુક્યો હતો જેમાં તે ચાલુ વરસાદે સમુદ્રની સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની ટીમ સાથે મળી અને 16 ટન કચરો સાફ કર્યો છે.

 

પોતાના વીડિયો અને તસવીરો જાહેર કરતા રણદિપ હુડાએ લખ્યું હતું કે જ્યારે પર્યાવરણ ની ગંદગી અને કચરો મેની હાર્યો ત્યારે મોટાભાગના લોકોની જેમ મને પણ ખબર પડી કે કઈ રીતે કામ થઇ રહ્યું છે. સચ્ચાઈ એ હતી કે આપણે તમામ ધરતીના પ્રાણી છીએ, જેમાં આપણે બધા એક સાથે છીએ તો મારી જવાબદારી પણ બને છે કે હું કંઈક ઉપયોગમાં આવું.

 

રણદીપ હુડ્ડાએ પર્યાવરણ પ્રેમી અફરોઝ શાહના વખાણ કરતા લખ્યું હતું કે તેના જેવા લોકો જમીન પર ઉતરી અને કામ કરે છે અને પરિવર્તન માટે લોકોને પ્રેરિત કરે છે હું પણ તેમાંથી એક છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS