જાણીતા ટીવી સ્ટાર જાગેશ મુકાતિનું નિધન, 3 દિવસથી હતા સારવાર હેઠળ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ટેલિવિઝન સ્ટાર જાગેશ મુકાતી એ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગઈકાલે તેમણે આખરી શ્વાસ લીધા હતા. જાગેશે ટીવી શો "અમિતા અમિત", "શ્રી ગણેશ" સાથોસાથ ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસોથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. તેઓ હોસ્પિટલમાં હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી સિનેમા અને ટીવી જગતમાં ફરી એક વખત શોકની લાગણી છવાઈ ગઈ છે.

 

જાગેશ મુકાતી એ બુધવારે બપોરે આખરી શ્વાસ લીધા હતા, ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેઈમ  અંબિકા રંજનકરે ટેલિવિઝન અભિનેતા જાગેશ મુકાતીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો તેમજ ઇન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર પોસ્ટ લખી હતી. અંબિકા જાગેસ સાથે ટેલિવિઝન પર કામ કરી ચૂકી છે તેણે લખ્યું હતું કે 'દયાળુ, સહાયક અને ભાવુક વ્યક્તિત્વ ગુમાવ્યું  છે, ઈશ્વર તેમની આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના.'

 

વર્ષ 2020માં છ મહિનાના સમયગાળાની અંદર જ એક પછી એક મનોરંજન જગતના સિતારાઓ ફાની દુનિયાને અલવિદા કરી રહ્યા છે ત્યારે તેમાં વધારે એકનો ઉમેરો થયો છે. આ અગાઉ ઈરફાન ખાન ઋષિ કપૂર, સંગીતકાર સાજીદખાન, ચિરંજીવ સર્જીએ દુનિયાની હંમેશા માટે અલવિદા કહી દીધું છે, જેથી બોલીવુડ સહીત ટેલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS