એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ ખરીદવા મામલે ધરપકડ 

  • May 06, 2021 08:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે. તેણે ડ્રગ્સ ખરીદવા માટે આરોપી મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખના ખાતામાં પૈસા ટ્રાંસફર કર્યા હતા. બંને વચ્ચે ડ્રગ્સ ખરીદવા માટે વોટ્સએપ ચેટ પરથી આ વાતનો ખુલાસો થયો હતો. 

 

 

ડ્રગ્સ મામલે પહેલાથી જ અરેસ્ટ કરવામાં આવેલા મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખ પાસેથી 35 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની ધરપકડ બાદ તપાસમાં તેના વોટ્સએપમાંથી ધ્રુવ તાહિલ સાથેની વોટ્સએપ ચેટ સામે આવી હતી. જેમાં ડ્રગ્સ માટે વાત થઈ હતી અને ત્યારબાદ ધ્રુવે તેના ખાતામાં પૈસા પણ ટ્રાંસફર કર્યા હતા.  મુંબઈ પોલીસે બુધવારે ધ્રુવ તાહિલની ધરપકડ કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS