અલી ફઝલની માતાનું થયું નિધન, રીચા સાથેના લગ્ન ન નિહાળી શકી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા અલી ફઝલની માતાનું બુધવારે સવારે નિધન થયું હતું. તેમની માતાની તબિયત થોડા સમયથી સારી નહોતી પરંતુ અચાનક જ તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને લખનઉમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

 

અભિનેતા અલી ફઝલે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કર્યું છે કે હું તમારા માટે જીવીશ. તમારી ખૂબ યાદ આવશે અમ્મા. આપણો સાથ આટલે સુધી જ હતો ખબર નહીં કેમ પણ, તમે મારી સર્જનાત્મકતા માટે એક કારણ હતા, મારા માટે કદાચ વધુ તમે જતાં આગળ કોઈ શબ્દ નથી મારી પાસે.

 

અલી ફઝલના પ્રવક્તાએ એક નિવેદન દ્વારા આ જાણકારી આપી હતી, તેઓએ જણાવ્યું હતું કે અમને એ બાબતમાં દુઃખ છે કે અલી ફઝલની માતાનું 17 જુનના રોજ નિધન થઈ ગયું છે, તેમનું નિધન અચાનક થયું છે. અને અમે તેઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

 

અલી ફઝલ પોતાના ચાહકોનો આભાર માને છે કે જેઓએ મુશ્કેલીના સમયમાં તેમનો સાથ આપ્યો છે, આટલા મોટા નુકશાન પછી શાંતિની આવશ્યકતા હોય છે, અને એ માટે તેમણે પોતાના ફેન્સ તેમજ મીડિયા સાથે પ્રાઇવસીની માગણી કરી હતી.

 

અભિનેતાની અંગત જિંદગીની વાત કરીએતો નજીકના ભવિષ્યમાં તેઓ અભિનેત્રી રિચા ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ કોરોનાવાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. અને તેથી તેઓએ પોતાના લગ્નની યોજના પડતી મૂકવી પડી અને હવે આગામી તારીખ હજી સુધી તેઓએ નિર્ધારિત કરી નથી.

 

પરંતુ  તેમની માતા અલીના અને રીચાના લગ્ન નિહાળ્યા વિના જ આ દુનિયા છોડીને જતી રહી. વર્તમાનમાં તેમના કાર્ય વિશે વાત કરીએ તો તેઓ પાસે એક મોટો હોલીવુડ પ્રોજેક્ટ છે, જ્યારે રીચા ચઢ્ઢા થોડા સમય પહેલા જ કંગના રાણાવતની ફિલ્મ પંગામાં નજરે પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS