મિનિ લોકડાઉન વચ્ચે દુકાન ખુલી રાખનાર ૩૨ વેપારી સામે કાર્યવાહી

  • April 30, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જે દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ શિવાય દુકાનો બધં રાખવા જણાવાયું છે તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોને અવગણી દુકાનો ખુલ્લી રાખતાં હોય પોલીસ દ્રારા ગઈકાલથી દુકાનદાર વિદ્ધ કાર્યવાહી કરી રહી છે દરમિયાન આજરોજ શહેર પોલીસે વધુ ૩૨ દુકાનદારો સામે કાર્યવાહી કરી છે જેમાં ચા, પાન, કાપડની દુકાન સહિતના વેપારીઓએ નો સમાવેશ થાય છે.

 

 

ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં પી.એસ.આઈ જે.જી.રાણા તથા ટીમે પેટ્રોલીંગ દરમ્યાન આવશ્યક ચીજવસ્તુ સીવાયની દુકાન ખુલ્લી રાખનાર સામે કાર્યવાહી કરી હતી જેમાં વીમલ પ્રફુલભાઇ ઉપાધ્યાય (ઉવ. ૪૫ રહે. આનંદનગર અજંતા પાર્ક બ્લોક ન.ં ૩૪૪૦૬ સત્યજીત એપાર્ટમેન્ટ દેવપરા પાછળ,અશોક મોહનભાઇ દાવદ્રા (ઉવ.૪૨ રહે કિડવાઇ મે.રોડ ''ભગવતી કુપા'' મકાન ૧૫૦ ફુટ રીંગરોડ), સંજય મગનભાઇ હદવાણી (ઉવ ૫૪ રહે ચૈતન્ય બંગલો બ્લોક નં.૧૨ સત્યસાંઇ રોડ )પીયુષ ધરમશીભાઇ પાણખાણીયા (ઉવ.૪૨ રહે રયા ચોકડી પાસે જામનગરી ધુઘરાની બાજુમાં)રાકેશ રવજીભાઇ પારેલીયા (ઉવ ૪૪ રહે ક્રીષ્ના પાર્ક શેરી નં ૦૧ બ્લોક નં.૧૪૦) ધર્મેશ મુકેશભાઇ અગ્રાવત (ઉવ.૨૧ રહે મવડી ચોકડી સ્કુલની બાજુમાં), ધવલ ભરતભાઇ મીરાણી (ઉવ.૨૮ રહે રાજલમી સોસાયટી શેરી નં.૦૧ કોઠારીયા રોડ), વજુ મેલુભાઇ શિયાળીયા (ઉવ.૪૦ રહે તૈયાઘાર પાણીના ટાંકાની બાજુમાં) રાજ કિશોરભાઇ કારવાણી (રહે નાણાવટી ચોક સનસીટી એવન્યુની સામે ) બરકતઅલી અલીભાઈ ચામડીયા( ઉ.વ. ૬૫, રહે. ૪૦૫, બ્લુ મુન એપાર્ટમેન્ટ, વૈશાલીનગર–૧, રૈયા રોડ,), ગીરીશ મનસુખભાઇ મેદપરા (ઉવ ૫૦ રહે પુષ્કરધામ મેઇન રોડ શ્યામ પાર્ક શેરી નં.૦૧ જાનકી કોમ્પ્લેક્ષ બ્લોક નં.૦૧ )પારસ જસવંતભાઇ શાહ (ઉવ ૪૮ રહે સાધુવાસવાણી રોડ), ભાવેશ અરવીંદભાઇ તન્ના ઉવ.૪૫ (રહે વૈશાલીનગર શેરી નં.૪ રૈયારોડ )રાજકોટ, હરેશ હીરાભાઇ પરમાર (ઉવ.૪૪ રહે ગાંધીગ્રામ મેઇન રોડ શેરી નં.૦૮) અને રોહીત શરદભાઇ પાલેજા (ઉવ.૩૭ રહે ગાંધીગ્રામ શેરી ન.૦૩ ) ને ઝડપી લીધો હતો.

 

 


પ્ર. નગરના પી.આઈ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.ડી.પટેલ તથા સ્ટાફે લાલજી સારાભાઇ સિંધવ (''ઉ.વ.૨૩.રહે ''મોમાઇ કૃપા'' ભારતી નગર–૧ રામાપીર ચોકડી) રાજકોટ શહેર રઘુભાઇ દાનાભાઇ ભુવા (ઉ.વ.૫૩ રહે મોમાઇ કુપા ભારતી નગર–૧ રામાપીર ચોકડી) અક્ષય કેતનભાઇ અનડકટ (ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે ૯૧ સાગર ટાવર અમીનમાર્ગ મે રોડ) રાજકોટ શહેર લમણદાસ ઈવનદાસ પારવાણી (ઉ.વ.–૬ર રહે–પરસાણા નગર શેરી નં–૦૧ સુંદરમ પાનની પાછળ) અને પરેશ દીનેશભાઈ મકવાણા (ઉ.વ–૨૩ રહે–ગવરીદળ)ને ઝડપી લીધો હતો.

 

 


તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા તથા ટીમે દેવ પ્રફુલભાઇ ઉધાડ,ભાવેશ કાનાભાઇ ગમારા, આનદં ગાગાભાઇ ગમારા, સુજાનસિંહ મહેન્દ્રસિંહ વાળા, ભુપત હરીભાઇ ગમારા, પ્રવિણ જાદવભાઇ ભાલોડીયા,હરદાસ જગમાલભાઇ નંદાણીયા, રઘુ માલાભાઇ મીર , વીમલ જયંતીભાઇ કાલરીયા, હરેશ રતીભાઇ ગોહિલ, દિનેશ ગીરધરભાઇ કુબાવત, વીનીત રાજેશભાઇ પાંભરની સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.

 

 

જાનકી પાર્કમાં સ્પા ચાલુ રાખનાર શખસ સામે કાર્યવાહી કરતી પોલીસ


શહેરના માલવિયાનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલા જાનકી પાર્ક મેઇન રોડ પર મીની લોકડાઉનની આ સ્થિતિમાં બોસ સ્પા નામનું સ્પા સેન્ટર ચાલુ રાખનાર શ્યામ જયનારાયણભાઈ ગોહેલ (ઉ.વ ૨૬ રહે સરકારી કોલોની શેરી નંબર ૨ રૈયા સર્કલ પાસે સામે માલવિયાનગર પોલીસ મથકના પી.આઈ કે.એ.એન.ભુકણની સૂચનાથી પી.એસ.આઇ વિ.કે.ઝાલા તથા ટીમે ગુનો નોંધી રાજસ્થાની કાર્યવાહી કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS