સજા વોરન્ટના કામે નાસતા ફરતા એક આરોપીને સુરત ખાતેથી ધ્રોલ પોલીસે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
જામનગર એસપી અને ગ્રામ્ય ડીવાયએસપી વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ દ્વારા કોર્ટ દ્વારા સજા હુકમ થયેલ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી કરવા સુચના કરતા સ્ટાફ આ દીશામાં કાર્યરત હતો.
દરમ્યાન ધ્રોલના ચીફ જયુડી. મેજીની કોર્ટના ફોજદારી કેસના આરોપી સંજય કમલેશ દોમડીયા (ઉ.વ.૩૯) રહે. હાલ ભગુનગર સોસાયટી એલ.એચ. રોડ સુરત મુળ ધ્રોલના મજોઠ ગામના વતનીને એક વર્ષની સાદી કેદની સજા થઇ હતી. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી આરોપી નાસતો ફરતો હોય સ્ટાફને સંયુકત બાતમી મળેલ જેના આધારે સજા વોરન્ટનો આરોપી સંજય દોમડીયા હાલ સુરત હોય જેથી ત્યાં જઇને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.