જામનગર એસપી અને ગ્રામ્ય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ધ્રોલના પીઆઇ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોર્ટ દ્વારા સજા હુકમ થયેલા આરોપીને પકડી જેલ હવાલે કરવા સ્ટાફ તપાસ ચલાવી રહયો હતો.
દરમ્યાન ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા આરોપી રાહુલ જેન્તી અઘેરાને કેદની સજા ફરમાવેલ અને કોર્ટના સજા હુકમના કામે નાસતો ફરતો હોય આ શખ્સ અંગે સંયુકત બાતમી મળતા સજા વોરન્ટના કામે નાસતા ફરતા આરોપી રાહુલ અઘેરાને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.