પોરબંદરમાં બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં આરોપીના જામીન મંજુર

  • March 25, 2020 04:12 PM 317 views

પોરબંદરમાં બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં આરોપીના જામીન મંજુર થયા છે.
પોરબંદરના રહેવાસી પ્રફત્પલભાઈ મથુરાદાસ અટારા દ્રારા કમલાબાગ પોલીસસ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પોરબંદરના કિશોરભાઈ કેશુભાઈ કાટબામણા તથા ભાણવડ તાલુકાના સઈદેવળીયા ગામના જયસુખભાઈ જયંતીભાઈ ભટ્ટાએ પોતાના મળતીયા માણસો સાથે મિલાપીપણું કરી જયસુખભાઈના ભાણવડ તાલુકાના સઈદેવળીયા ખેડ ખાતા ન.ં ૫૬ ના ખાતેદાર ખેડૂત ન હોવા છતાં ખોટા સોગંદનામા તથા બોગસ પ્રમાણપત્રો ઉભા કરી અને તેનો સાચા તરીકે ઉપયોગ કરી–કરાવી ગત ૨૦૧૨ ની સાલમાં પોરબંદરની ઈ–ધરા કચેરીમાં ખોટા ડોકયુમેન્ટો રજુ રાખી પોરબંદર તાલુકાના કુછડી ગામના ખાતા ન.ં ૧૧૫૧ ના રે.સ. ન.ં ૧૭૨૧ પૈકી ૨ ની જમીનના માલીક બની ખોટા ખેડૂત બનવા અંગેના બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યા બાબતેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરનો ગુન્હો નોંધી અને આ કામે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો. અને જયસુખભાઈની અટક કરી કોર્ટમાં રજુ કરતા આરોપીએ યુડી. કસ્ટડીમાંથી પોરબંદરના જાણિતા સિનીયર એડવોકેટ જે.પી. ગોહેલની ઓફિસ મારફતે રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરેલી, જેમાં સરકાર પક્ષે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્રારા સોગંદનામુ રજુ રાખી અને આરોપીને જામીન ઉપર મુકત નહીં કરવાની રજુઆતો કરવામાં આવી હતી.


ત્યારબાદ અરજદારના પક્ષે એવી રજુઆતો કરવામાં આવેલ કે, અરજદાર આ કામમાં તદ્દન નિર્દેાષ છે. અરજદારને ખોટી રીતે હાલના કામે સંડોવી દેવામાં આવેલ હોય, વળી એફ.આઈ.આર. માં અરજદારનું કોઈ નામ પણ ન હોય કે, અરજદાર ગુન્હા સબંધે કાંઈ જાણતાં પણ ન હોય, વળી એફ.આઈ.આર. જોવામાં આવે તો ગુન્હો બન્યાની તારીખથી અઢી વર્ષ બાદ એફ.આઈ.આર. નોંધાવેલ હોય, અને જે રીતે ફરિયાદ મોડી આપવાનું કોઈ જ કારણ જણાવવામાં આવેલ ન હોય, અને તે રીતે રેકર્ડ જોતા જ ખોટી ફરિયાદ નોંધાવેલ હોવાનું ફલીત થતું હોય, વળી, અરજદારઆરોપી ભાણવડ તાલુકાના સઈદેવળીયા ગામના સ્થાનિક રહીશ છે, કયાંય નાસી–ભાગી જાય તેવી વ્યકિત નથી, તેમજ ભૂતકાળમાં કોઈ જ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાં ન હોય, તેથી જામીન આપવાથી સમાજમાં કોઈ નવો રાહ પડે તેવા કોઈ સ્થિતી–સંજોગો ન હોય, તેમજ કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપતા હોય, વિગેરે વિગતવાર દલીલો કરતા કોર્ટે અરજદાર પક્ષે રજુ કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને અરજદારની જામીન મળવાની અરજી મંજુર રાખતો હત્પકમ કરવામાં આવેલ હતો.
આ કામમાં અરજદારો પક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફિસ તરફથી તેમજ જોખીયા બ્રધર્સ એડવોકેટસના સલીમ ડી. જોખીયા, તથા એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, વી.જી. પરમાર, રાહત્પલ એમ. શીંગરખીયા, એમ.ડી. જુંગી, પી.બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા રોકાયેલા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application